શખ્સ દ્વારા કરાયેલા રિવોલ્વર ભડાકાનું સૂરસૂરિયું થતા મામલો વધુ બિચકયો
હળવદના ટીકર ગામે પુલ પાસે ખોદકામ કરવાની વાત મુદે ત્રણ શખ્સો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. ખોદકામ કરવાની ના પાડતા એક શખ્સે રિવોલ્વર કાઢી ભડાકો કરવાનો પ્રયાસ ફોગટ જતા અન્ય બે ઉશ્કેરાયેલા શખ્સોએ હુમલો કર્યો હતો.
હળવદના ટીકર ગામે પુલ પાસે ખોદકામ કરવાની ના પાડતા એક શખ્સે રિવોલ્વર ખેંચી હતી અને રિવોલ્વરમાંથી ભડાકો કરવાનો પ્રયાસ કર્યો હતો.પણ ભડાકો ન થતા ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ યુવાન ઉપર તલવાર વડે હુમલો કર્યો હતો.આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા હળવદ પોલીસે બે આરોપીઓ સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની હળવદ પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ટીકર રણ ગામે આવેલ સંધીવાસમાં રહેતા જુસબભાઈ હાસમભાઈ ભટ્ટી ઉ.વ.૪૦ એ તેમના જ ગામમાં રહેતા આરોપીઓ નવઘણભાઈ ઉર્ફે ખુટિયો વેલાભાઈ ભીલ અને મનસુખભાઇ વેલાભાઈ ભીલ સામે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, આજે તા.૨૧ ના રોજ હળવદ તાલુકાના ટીકર ગામે આવેલા પુલ.પાસે આરોપીઓ ખોદકામ કરતા હતા.આથી ફરિયાદી તથા સાહેદ હબીબભાઈએ પુલ પાસે ખોદકામ કરવાથી પુલને નુકસાન થશે તેમ જણાવીને આરોપીઓને પુલ પાસે ખોદકામ કરવાની ના પાડી હતી.આથી ઉશ્કેરાયેલા આરોપીઓએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી આરોપી નવઘણભાઈ ઉર્ફે ખુટિયો વેલાભાઈ ભીલએ ફરિયાદીને મારી નાખવાના ઇરાદે બંધુકમાંથી ભડાકો કરવા જતાં ભડાકો થયો ન હતો.આથી વધુ ઉશ્કેરાયેલા બન્ને આરોપીઓએ ફરિયાદીને તલવાર વડે મારવા જતા હબીબભાઈએ પકડી લેતા તેમને ઇજા પહોંચી હતી.આ બનાવની જાણ હળવદ પોલીસ ને છતાં પી.આઈ પી.એ દેકાવાડીયા સહિતનો સ્ટાફ ટીકર ગામે દોડી ગયો હતો અને આરોપી ઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.