સેનાના વડાએ ખુલ્લો પડકાર ફેંકી સેનાના રસોડાની જાત તપાસ કરવા જણાવ્યુ
ભારતીય સેનાના રસોડામાં હમેશા સારો ખોરાક જ પીરસવામાં આવે છે જેની ગુણવત્તાની પુરતી ચકાસણી કરવામાં આવે છે. આવું સેનાના વડા કે કે શર્મા દ્વારા જણાવવામાં આવ્યું છે. જેઓ ખોટા દાવાઓ કરે છે તેમનો આઈએસઆઈ દ્વારા ઉપયોગ કરીને જવાનોના મનોબળ તોડી નાખવા માટે કરવામાં આવી રહ્યો છે. તેમ પણ જણાવવામાં આવ્યું હતું.શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ ૨૦૧૨થી સેનામાં એડીશ્નલ ડીજી તરીકે કાર્યરત થયા હતા. આટલા વર્ષોમાં ક્યારેય કોઈપણ જવાન કે અધિકારીઓ દ્વારા ખોરાક માટે ફરિયાદ કરવામાં આવી નથી. સેનામાં ટ્રાન્સફર અને પોસ્ટીંગ માટેના કિસ્સાઓ કયારેક બનતા હોય છે. તેજ બહાદુર યાદવ દ્વારા ખોરાકના આરોપ સાથે વિડિયો અપલોડ કરવામાં આવ્યો ત્યારે મારા મનને ઠેસ પહોંચી હતી. અમે હંમેશા સેનામાં આરોગ્યપ્રદ ખોરાક જ પુરો પાડીએ છીએ. અમે સતત અમારા રસોડા અને ખોરાક પર દેખરેખ રાખતા હોઈએ છીએ. આવું કયારેય મને જોવા નથી મળ્યું ડીજીએ એક જાહેર મુલાકાતમાં આ વાત જણાવી હતી.તેમણે વધુમાં ખુલ્લો પડકાર ફેંકતા જણાવ્યું હતું કે, કોઈપણ વ્યક્તિ ગમે ત્યારે જઈ સીમા રેખા પર સેનાના રસોડાની જાત-તપાસ કરી શકે છે. હું બાહેધરી આપુ છુ કે તમને માત્ર સારો ખોરાક જ જોવા મળશે જેવો ઘરે હોય છે. ખોરાકની ગુણવત્તા ચકાસવામાં આવે છે અને તેના માટે ખાસ નાણાની ફાળવણી પણ કરવામાં આવે છે.તેમણે વધુમાં મેર્યું હતું કે આવાજ સુચનો સંસદમાંથી તેમને મળ્યા હતા. જયારે આ પ્રકારની ઘટના સામે આવી હતી. યાદવ આ વખતે વિડિયોમાં સેનાના યુનિફોર્મમાં જોવા મળે છે. તેણે જાન્યુઆરીમાં જ વીડિયો પોસ્ટ કર્યો હતો અને સોશ્યલ મીડિયામાં અપલોડ કરી લીધો હતો. જેમાં તેણે ખોરાકની ખરાબ ગુણવત્તાવાળી દાળ, રોટલી વગેરે સેનાની ટુકડીઓને પીરસવામાં આવે છે. તેવો દાવો કર્યો હતો. ત્યારે ડી.જી.ના જણાવ્યા પ્રમાણે યાદવને તેની ગેરવર્તણુક માટેની પુછપરછ બાદ તેણે આ વિડિયો અપલોડ કર્યો હતો અને પોતાના આરોપો દર્શાવતા વિડિયોનું પાકિસ્તાનના ઈશારે જ આમ કર્યું છે.તેણે જણાવ્યા મુજબ આ વીડિયો પાડોશી દેશમાં ૨૨ સ્થળો પર વાઈરલ થયો છે તે કઈ રીતે શકય છે. આની પાછળ જવાનોના મનોબળ તોડવાનો પાકિસ્તાનનો પેતરો જવાબદાર હોવાનું તેમણે જણાવ્યું હતું.