આઈશ્રી કુવાવાળી ખોડિયાર મંદિર જયાં આવેલો છે અતિ પ્રાચીન કુવો અને અખંડ ચેતન ધુણો

આઇ  કુવાવાળી ખોડિયાર જે રાજકોટ શહેરના લક્ષ્મીનગર ખાતે આવેલું છે. જયાં એક કુવો જે ૭૦થી ૮૦ વર્ષ જૂનો છે તો ચેતન ઘૂણો જે ૪૧ વર્ષ જુનો અને અખંડ ઘુણો છે અહીં કુવાના કારણે કુવાવાળી ખોડિયાર નામ પડયુ છે આ કુવાનુ પાણી લોકો પ્રસાદ તરીકે લે છે સાથે સાથે અહીં રામનાથ મહાદેવ પણ છે. આ મંદિર ૩૧ વર્ષ જૂનું છે આ ધર્મ સ્થાનકે વર્ષમાં જ પ્રસંગ ઉજવાય છે.અને દર ત્રણ વર્ષે માતાજીનો માંડવો, સમુહ લગ્ન થાય છે. આ પ્રસંગોમાં ૩થી ૪ હજાર જેટલા લોકો પ્રસાદ ગ્રહણ કરે છે. ગણપતિ ઉત્સવ, આખાત્રીજે સત્યનારાયણ ભગવાનની કથા તથા બટુક ભોજન કરાવવામાં આવે છે. સાથે સાથે અહીં બુટભવાની, ગાયત્રીમાં, શીતળામાં અંબાજી, ગુરુ દતાત્રેય અને રામચરણ દાસ બાપુની પ્રતિમાં પણ છે. હનુમાનજી મહારાજની ચેતન મૂર્તિ પણ છે. અહીં ગૌશાળા પણ છે.  લીલી ધજાઓ ફરકે છે જુના જમાનાના દર્શન કરાવતુ થાંભળી વાળુ મંદિર અને એ મંદિરના બારસાખ મુક શાક્ષી બનીને ઉભા રહે છે. જયાં છતરપાલ દ્વારનો પહેરો ભરે છે.

Screenshot 3 4 1 1

મંદિરના દરવાજા પર ભગવાન ગણેશ શોભી રહ્યા છે તો ચાંદીનું નકશીકામ મંદિરની ભવ્યતાની ચાડી ખાય છે. આ ઉપરાંત કાળીયા ઠાકર દ્વારકાધીશના પણ દર્શન થાય છે.અહીં ભગત ભગવાન આંબાનુ તૈલી ચિત્ર કે જાણે હમણા જ આપણી સાથે વાત કરશે તેવી પ્રતિતી કરાવે છે આરતીના સમયે નગારા અને ઝાલરનો ઝણકાર સંભળાય એટલે તુરંત ભકતો દોડીને દર્શન કરવા આવે છે. પ્રાચીન મંદિરમાં ભકતો નિરવ શાંતિનો અનુભવ કરે છે. પાળ ઠાકોરજીના મંદિરનો વહીવટ તથા સેવા પૂજા ટીટા ભગત કરી રહ્યા છે. મંદિરનો ઇતિહાસ એમ કહે છે કે દ્વારકાધીશજીએ સ્વપ્નમાં આવીને બાપાને કહ્યુ કે ‘તારી ભક્તિથી હું ઘણો રાજી થયો છું અને જમીનમાં હટાઇ ગયો છું પછી બાપાએ ગામ લોકોને વાત કરી અને મૂર્તિ જમીનમાથી પ્રગટ થઇ’.

Screenshot 2 10 1

બાપાએ પરચા પણ પૂર્યા છે દ્વારકાધીશ સાથે બાપાનુ ભોજન તેમજ પાણી ભરવા આપેલી તુમડી પણ હયાત છે.હાલ અહીંનો વહીવટ સમાજના સેવકો થકી ચાલે છે અને કોઇ જાતનો ફંડકાળો લેવામાં આવતો નથી. ભગવાન દ્વારકાધીશ જયારે બાપાને આઠમીવાર મળવા આવ્યા ત્યારે બાપાએ તેમને રોકી લીધા હતા. એક વાર મકકા મહિલામા ઓલીયા પણ આવ્યા હોવાનો ઇતિહાસ છે બારેય મહિના અહીં નાના મોટા ઉત્સણો તેમજ અષાઢીબીજ, દિવાળી ભવ્યતાથી ઉજવાય છે. પાળ ગામના ભવ્ય પ્રવેશદ્વાર ખાતે મંદિરનો આગામી દિવસોમાં જીણોધ્ધાર થનાર હોવાનુ જાણવા મળ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.