સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે મુકાબલો જામશે: 2019-2020માં કોરોનાને કારણે ટ્રોફી રમાઇ ન હતી
ભૂતપૂર્વ રણજી ટ્રોફી ચેમ્પિયન સૌરાષ્ટ્ર ઇરાની કપમાં 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રેસ્ટ ઓફ ઇન્ડિયાની યજમાની કરશે. ઘરેલું ક્રિકેટમાં પ્રતિષ્ઠિત ગણાતી ઇરાની ટ્રોફી 39 વર્ષ પછી રાજકોટમાં આગામી ઓક્ટોબર મહિનામાં રમાશે તેવી જાહેરાત બીસીસીઆઇએ કરી છે. કોરોના કાળમાં આ ટુર્નામેન્ટ યોજાઇ શકી ન હતી. 2019-2020માં સૌરાષ્ટ્રની રણજી ટ્રોફી ચેમ્પિયન બની હતી અને ઇરાની ટ્રોફી રાજકોટમાં જ રમાવાની હતી પરંતુ કોરોનાને કારણે શક્ય થઇ શક્યું ન હતું. ઇરાની ટ્રોફી આ વર્ષે 1 થી 5 ઓક્ટોબર દરમિયાન રાજકોટના સૌરાષ્ટ્ર એસોસિએશન સ્ટેડિયમ ખંઢેરી ખાતે રમાશે.
ઇરાની ટ્રોફીમાં સૌરાષ્ટ્ર અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે મુકાબલો થશે. રાજકોટમાં 1983ના વર્ષ રેસકોર્ષ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ પર કર્ણાટક અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે રમાયો હતો. જેમાં કર્ણાટકની ટીમમાંથી રોઝર બિન્ની, વિશ્ર્વનાથ, શ્રીનિવાસ પ્રશાંત, ખાન વિલકર જ્યારે રેસ્ટ ઓફ ઇન્ડિયા શ્રીકાંત, વેંગસર્કલ, અમરનાથ, યશપાલ શર્મા, સંદિપ પાટીલ, રવિ શાસ્ત્રી, કિરણ મોરે સહિતના ખેલાડીઓ હતા. એ મેચમાં ચાર અડધી સદી અને એક સદી નોંધાઇ હતી. જો કે, મેચ ડ્રોમાં પરિણમી હતી. મધ્યપ્રદેશ ઇરાની ટ્રોફીનું પ્રથમ ટાઇટલ જીત્યું હતું પરંતુ તેઓ આવતા વર્ષે ઇરાની ટ્રોફીમાં ભાગ લે તેવી સંભાવના છે.