ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર માટે રૂ.113 થી રૂ.118 નક્કી કરાઇ
અબતક,રાજકોટ
શ્રીરામ પ્રોપર્ટીઝ લિમિટેડનો આઇપીઓ આવતીકાલથી ખુલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. 113 થી રૂ. 118 નક્કી થઈ છે. બિડ લઘુતમ 125 ઇક્વિટી શેર અને પછી 125 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.ઓફરમાં રૂ. 600 કરોડના સુધી ઇક્વિટી શેરનું ઇશ્યૂઅન્સ સામેલ છે, જેમાં રૂ. 250 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 350 કરોડ સુધીના ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે.
ઇક્વિટી શેરના વેચાણની ઓફરમાં રૂ. 90.95 કરોડના શેર ઓમેગા ટીસી સાબ્રે હોલ્ડિંગ્સ પ્રાઇવેટ લિમિટેડના, રૂ. 8.34 કરોડ સુધીના શેર ટાટા કેપિટલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના, રૂ. 92.21 કરોડના શેર ટીપીજી એશિયા એસએફ પ્રાઇવેટ લિમિટેડના, રૂ.133.50 કરોડના શેર મોરેશિયસ ઇન્વેસ્ટર્સ લિમિટેડનાં અને રૂ. 25 કરોડ સુધીના શેર અન્ય વિક્રેતા શેરધારકોના શેર સામેલ છે.ઓફરમાં રૂ. 3.00 કરોડનું રિઝર્વેશન લાયકાત ધરાવતા કર્મચારીઓ સામેલ છે. લાયકાત ધરાવતા કર્મચારીઓને ઇક્વિટી શેરદીઠ રૂ. 11નું ડિસ્કાઉન્ટ મળશે.સેબી આઇસીડીઆર રેગ્યુલેશન મુજબ, કંપની અને રોકાણકાર વિક્રેતા શેરધારકો બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ 60 ટકા હિસ્સો એન્કર રોકાણકારોને ફાળવી શકે છે (એન્કર રોકાણકાર પોર્શન), જેમાંથી 33 ટકા હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકાર કિંમત પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર રોકાણકાર પોર્શનના અંડર-સબસ્ક્રિપ્શન કે બિનફાળવણીના કિસ્સામાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. ઉપરાંત નેટ ક્યુઆઇબી પોર્શનનો 5 ટકા હિસ્સો (એન્કર રોકાણકાર હિસ્સાને બાદ કરતાં) સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફડંને જ ફાળવવા માટે ઉપલબ્ધ થશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ સહિત સપ્રમાણ આધારે તમામ ક્યુઆઇબી (એન્કર રોકાણકારો સિવાય)ને ફાળવવા માટે ઉપલબ્ધ થશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.