આવતીકાલે 10 ડિસેમ્બરે ખૂલનાર ઇશ્યૂ 14મીએ બંધ થશે
મેટ્રો બ્રાન્ડ્સ લિમિટેડ (કંપની)ના આઇપીઓ સાથે સંબંધિત બિડ/ઓફર 10 ડિસેમ્બર, 2021ને શુક્રવારે ખુલશે (ઓફર).ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેરદીઠ રૂ. 485થી રૂ. 500 નક્કી થઈ છે. બિડ લઘુતમ 30 ઇક્વિટી શેર માટે અને પછી 30 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
ઓફરમાં કંપનીના રૂ. 295 કરોડના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને વિક્રેતા શેરધારકો દ્વારા 21,450,100 ઇક્વિટી શેરના વેચાણની ઓફર સામેલ છે. વેચાણની ઓફરમાં પ્રમોટર વિક્રેતા શેરધારકોના 13,015,000 ઇક્વિટી શેર, પ્રમોટર ગ્રૂપ વિક્રેતા શેરધારકોના 8,427,000 ઇક્વિટી શેર અને અન્ય વિક્રેતા શેરધારકોના 8,100 ઇક્વિટી શેર સામેલ છે(વેચાણ માટેની ઓફર).
કંપની રૂ. 3.29 કરોડની કુલ રોકડ માટે 73,136 ઇક્વિટી શેરનું પ્રાઇવેટ પ્લેસમેન્ટ હાથ ધરવા BRLMs સાથે ચર્ચા કરે છે. એ મુજબ, ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસમાં જણાવ્યા મુજબ ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 250 કરોડથી ઘટીને રૂ. 246.71 કરોડ થઈ જશે. ત્યારબાદ કંપનીએ ફ્રેશ ઇશ્યૂની સાઇઝ રૂ. 295 કરોડ વધારી છે, જે સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સની જોગવાઈ સાથે સુસંગત અને એને આધિન છે.
ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રૂલ્સ, 1957ના નિયમ 19(2)(બી), જેમાં સંશોધન મુજબ (એસસીઆરઆર) મુજબ કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1)ની દ્રષ્ટિએ બુક બિલ્ડિંગ પ્રોસસ મારફતે કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIBs અને આ પ્રકારનો હિસ્સો, QIB પોર્શન)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે,
જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો BRLMs સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ 60 ટકા હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને (એન્કર ઇન્વેસ્ટર પોર્શન)ને ફાળવી શકાશે, જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત રીતે 33 ટકા કે એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે અનામત રાખવામાં આવશે,
જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણી માટેની કિંમત (એન્કર ઇન્વેસ્ટર એલોકેશન પ્રાઇસ) પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર-સબસ્ક્રિપ્શન કે નોન-એલોકેશનના કેસમાં બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શન સિવાય)માં ઉમેરવામાં આવશે (નેટ ક્યુઆઇબી પોર્શન).
વધારે વિગત મેળવવા રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસના પાના નંબર 360 પર ઓફર ઇન્ફોર્મેશનની શરૂઆત જુઓ. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ દ્વારા ઓફર થયેલા ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઇ અને એનએસઈ પર થશે.ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે – એક્સિસ કેપિટલ લિમિટેડ, એમ્બિટ પ્રાઇવેટ લિમિટેડ, ડીએએમ કેપિટલ એડવાઇઝર્સ લિમિટેડ (અગાઉ આઇડીએફસી સીક્યોરિટીઝ લિમિટેડ), ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ, આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ અને મોતિલાલ ઓસ્વાલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ લિમિટેડ.