રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ રૂ.560થી રૂ.590 નક્કી કરાય
દિવ્ગી ટોર્કટ્રાન્સફર સિસ્ટમ્સ લિમિટેડ (કંપની) ભારતમાં અતિ થોડા સપ્લાયર્સમાં સામેલ છે, જે સિસ્ટમ સ્તરના ટ્રાન્સફર કેસ, ટોર્ક કપ્લર અને ડ્યુઅલ-ક્લચ ટ્રાન્સમિશન (ડીસીટી) સોલ્યુશન્સ પ્રદાન કરે છે. કંપની ભારતમાં ઓટોમોટિવ ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેનુફેક્ચરર્સ (ઓઇએમ)ને ટ્રાન્સફર કેસ સિસ્ટમ્સની અગ્રણી કંપનીઓ પૈકીની એક છે
કંપનીએ 1 માર્ચે આઇપીઓ લાવવાની દરખાસ્ત રજૂ કરી છે. આ દરેક ઇક્વિટી શેરની ફેસ વેલ્યુ રૂ 5 છે. આ આઇપીઓમાં
રૂ 180 કરોડ સુધીના ઇક્વિટી શેરનો ફ્રેશ ઇશ્યૂ (ફ્રેશ ઇશ્યૂ) અને 39,34,243 ઇક્વિટી શેરના વેચાણની ઓફર
ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ 560થી રૂ 590 નક્કી થઈ છે.
ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ લિમિટેડ (બીએસઇ) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ પર થશે. ઓફરના ઉદ્દેશો માટે બીએસઇ નિયુક્ત સ્ટોક એક્સચેન્જ છે.
ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે: ઇંગા વેન્ચર્સ પ્રાઇવેટ લિમિટેડ અને ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ.
ઇવી માટે ટ્રાન્સમિશન સિસ્ટમ્સ, (2) ડીસીટી સિસ્ટમ્સ અને (3) રિઅર વ્હીલ ડ્રાઇવ મેન્યુઅલ ટ્રાન્સમિશન્સ પણ વિકસાવે છે.
છેલ્લાં બે દાયકાથી કંપની ઓટોમોબાઇલ ક્ષેત્રમાં ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કેટલીક પ્રસિદ્ધ સ્થાનિક અને બોર્ગવોર્નર જેવી આંતરરાષ્ટ્રીય ઓઇએમ સાથે મજબૂત અને સુસ્થાપિત સંબંધો ધરાવે છે. કંપની ટોચના પાંચ ગ્રાહકો પાસેથી એની આવકનો મહત્વપૂર્ણ હિસ્સો મેળવે છે, જેમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, ટોયોટા કિર્લોસ્કર ઓટો પાર્ટ્સ, બોર્ગવોર્નર અને એક રશિયન ઓટોમોબાઇલ ઉત્પાદક સામેલ છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ પૂર્ણ થયેલા છ મહિનામાં, નાણાકીય વર્ષ 2021-22, નાણાકીય વર્ષ 2020-21 અને નાણાકીય વર્ષ 2019-20માં એની ચીજવસ્તુઓનાં કુલ વેચાણમાં ટોચના પાંચ ગ્રાહકોને ચીજવસ્તુઓના વેચાણમાંથી આવકનો હિસ્સો અનુક્રમે 92.66 ટકા, 91.28 ટકા, 92.86 ટકા અને 86.94 ટકા હતો.