રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેરની પ્રાઇસ બેન્ડ શેરદીઠ રૂ.166થી રૂ.175નક્કી કરાય: બિડ લઘુતમ 85 ઇક્વિટી શેર અને પછી 85 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે
એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડનો આઈપીઓ આવતીકાલે ખૂલશે. ઓફરની પ્રાઇસ બેન્ડ રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા દરેક ઇક્વિટી શેર દીઠ રૂ.166થી રૂ.175 નક્કી થઈ છે. બિડ લઘુતમ 85 ઇક્વિટી શેર અને પછી 85 ઇક્વિટી શેરના ગુણાંકમાં થઈ શકશે.
ઓફરમાં ઇક્વિટી શેરના વેચાણ માટેની ઓફર (ઓફર) મારફતે એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસ લિમિટેડના ઇક્વિટી શેરદીઠ રૂ.10ની ફેસ વેલ્યુ ધરાવતા કુલ રૂ.6,800 મિલિયનના શેર સામેલ હશે, જેમાં રવિ બી ગોયલ (પ્રમોટર વિક્રેતા શેરધારક)ના રૂ.6,775.80 મિલિયનના ઇક્વિટી શેર, વી સી ગુપ્તેના રૂ.7.63 મિલિયનના ઇક્વિટી શેર, શૈલેષ શેટ્ટીના રૂ. 5.97 મિલિયનના ઇક્વિટી શેર, રાકેશ કુમારના રૂ.4.64 મિલિયનના ઇક્વિટી શેર, નિખિલ પટિયાતના રૂ.2.98 મિલિયનના ઇક્વિટી શેર અને રાજેશ હર્ષદરાય શાહના રૂ.98 મિલિયનના ઇક્વિટી શેર સામેલ છે
ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 31 સાથે વાંચીને સીક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન) રુલ્સ, 1957ના નિયમ 19(2)(બી), જેમાં સંશોધન મુજબ (એસસીઆરઆર) મુજબ કરવામાં આવી છે. ઓફર સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સના રેગ્યુલેશન 6(1)ની દ્રષ્ટિએ બુક બિલ્ડિંગ પ્રોસસ મારફતે કરવામાં આવી છે, જેમાં ઓફરનો મહત્તમ 50 ટકા હિસ્સો સપ્રમાણ આધારે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયસ(QIBs)(QIB પોર્શન)ને ફાળવવા માટે ઉપલબ્ધ કરાવવામાં આવે છે, જેમાં શરત એ છે કે, કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારકો BRLMs સાથે ચર્ચા કરીને ક્યુઆઇબી પોર્શનનો મહત્તમ 60 ટકા હિસ્સો વિવેકાધિન ધોરણે એન્કર રોકાણકારોને (એન્કર ઇન્વેસ્ટર પોર્શન)ને ફાળવી શકાશે, જેમાંથી સેબી આઇસીડીઆર રેગ્યુલેશન્સને સુસંગત રીતે 33 ટકા કે એક તૃતિયાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ માટે જ અનામતરાખવામાં આવશે, જે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ પાસેથી એન્કર રોકાણકારોને ફાળવણી માટેની કિંમત પર કે એનાથી વધારે કિંમતે માન્ય બિડ મળવાને આધિન છે.
ઉપરાંત ક્યુઆઇબી પોર્શન (એન્કર ઇન્વેસ્ટર પોર્શનને બાદ કરતાં)નો 5 ટકા હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડને ફાળવવામાં આવશે અને ક્યુઆઇબી પોર્શનનો બાકીનો હિસ્સો સપ્રમાણ આધારે મ્યુચ્યુઅલ ફંડ સહિત તમામ ક્યુઆઇબી બિડર્સને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે ઓફર પ્રાઇસ પર કે એનાથી વધારે કિંમત પર માન્ય બિડ મળવાને આધિન છે.જોકે જો મ્યુચ્યુઅલ ફંડની કુલ માગ નેટ ક્યુઆઇબી પોર્શનના 5 ટકાથી ઓછી હશે, તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ બાકીના ઇક્વિટી શેર ક્યુઆઇબીને સપ્રમાણ ફાળવણી માટે નેટ ક્યુઆઇબી પોર્શનના બાકીના હિસ્સોમાં ઉમેરવામાં આવશે.