ઇનોવેશન ટેકનોલોજી મારફત પ્રેક્ષકોને ઘરેબેઠા સ્ટેડિયમનો લુફ્ત આપવા તૈયારી!!!
ઇન્ડીયન પ્રિમીયર લીગની શરુઆત આગામી શુક્રવારથી થનાર છે. આઇપીએલના અધિકારીક પ્રસારણ કર્તાએ આઇપીએલની નવી સિઝનને લઇને ટેકનોલોજી ઇનોવેશન ડેબ્યૂની યોજના બનાવી છે. જેમાં ટેકનોલોજીને વધારીને આઇપીએલના પ્રસારણની મજાને બેવડી દેવાનો પ્રયાસ કરનાર છે. ટીવી અને સ્માર્ટફોન પર લાઇવ મેચ જોનારાઓને આ ઇનોવેશન પસંદ આવશે.
આઇપીએલ – 2021માં દર્શકોમાં સ્ટેડિયમમાં પ્રવેશની મંજૂરી આપવામાં આવી નથી. આવામાં આઇપીએલના પ્રસારણ કર્તાએ એવો પ્રયાસ હાથ ધર્યો છે કે, જે તેમને સ્ટેડિયમની અંદર અનુભવ પ્રાપ્ત થાય છે. તેમના માટે સારા કવરેજની યોજના બનાવી છે. જેમાં કંઇક નવુ જોવા મળનારુ છે. વિશેષ રુપે ફિલ્ડીંગ અને વિકેટો વચ્ચેની દોડ જેવી ચિજો પર વધારે પાર્દર્શિતા આવશે. જ્યારે સ્પિડને પણ જોઇ શકાશે.
મિડીયા રિપોર્ટસનુસાર પ્રસારણ કર્તા કંપનીના વડા સંજોગ ગુપ્તાએ બતાવ્યુ હતુ કે, બેટસમેન અને બોલીંગના માટે ખૂબ વિશ્લેષણ કરવામાં આવ્યુ છે. જોકે ફીલ્ડીંગ માટે ખૂબ ઓછુ ધ્યાન આપવામાં આવ્યુ છે. અમે એ ચિજોને અપનાવવાના છે, જે ખેલાડીઓને માટે, ટીમો માટે અને રમતના તબક્કાઓના માટે ફિલ્ડીંગનુ ચોક્કસ મુલ્યાંકન હશે. કેચ થી લઇને રન બચાવવા સુધીની જાણકારી રાખવામાં આવશે.
પ્રસારણ કર્તાના અધિકારીનુ માનવુ છે કે, હવે તેના આંકડા પણ દર્શકોને જોવા મળશે કે કયા ખેલાડીએ કેટલા કેચ પકડ્યા, કેટલા કેચ છોડ્યા અને કેટલા ક્ધવર્ઝન રેટ કેચ હતા. આ ઉપરાંત કયા ખેલાડીએ ત્રીસ ગજમાં સૌથી વધારે રન બચાવ્યા અને કયા ખેલાડીએ આઉટ ફિલ્ડમાં ટીમ માટે રન બચાવ્યા. આ પ્રકારના આંકડાઓને પણ આ વખતે દર્શાવાશે. જેના થી દર્શકોને પણ સારુ લાગશે.
પ્રસારણ કર્તા એ આ વખતે સૌથી ખાસ બાબત એ પણ કરવાના છે કે, બે ખેલાડીઓ વિકેટની વચ્ચે જ્યારે દોડ લગાવે છે, તો કેટલી ઝડપ થી દોડ લગાવે છે. કઇ જોડી સૌથી વધારે ઝડપ થી વિકેટ ની વચ્ચે દોડ લગાવે છે. આંકડાઓના આધારે ફિલ્ડીંગ દ્રારા એ પણ બતાવવામાં આવી શકશે કે કઇ ટીમ નબળી છે અને કઇ ટીમ તાકાતવર છે. પ્રસારણ કર્તા દ્રારા આ વખતે સ્ટેડિયમના હિસાબ થી 32 થી 36 કેમેરા લગાવશે.
સંજોગ ગુપ્તાએ બતાવ્યુ હતુ કે, આ વખતે એ પ્રકારની પણ ટેકનીક જોવા મળશે કે, કોઇ ખેલાડી બાઉન્ડ્રી લાઇન પર કેચ પકડ્યો હશે તો તે દરેક દિશા થી વ્યુ આપને જોવા મળી શકશે. ટીવી સ્કીન પર જ્યારે તમામ એંગલ હશે તો, થ્રીડી ની માફક દરેક એંગલને જોઇ શકાશે. આમ કોઇ પણ પ્રકારની પરેશાની ફિલ્ડીંગ અને બેટીંગ સાઇડે નહી હોય. ખાસ કરીને થર્ડ અંપાયર માટે આ ટેકનોલોજી આશિર્વાદ રુપ સાબિત થશે.
9મી એપ્રિલ, શુક્રવારે ઈંઙકનો પ્રથમ મેચ ચેમ્પિયન મુંબઇ અને કેપ્ટન કોહલીની ટીમ બેંગ્લોર વચ્ચે ચેન્નઈ ખાતે રમાનાર છે. જેની શરૂઆત સાંજે 7:30 કલાકે થનાર છે. 30 મેંના રોજ અમદાવાદ ખાતે ફાઇનલ મેચ રમાનાર છે.