મોટા ગજાના જમીનના ધંધાર્થીઓ ભૂર્ગભમાં: અધિક કલેકટરના રિમાન્ડ દરમિયાન બહાર આવી સ્ફોટક વિગતો
ચોટીલા પંથકના કરોડોના જમીન કૌભાંડમાં રાજકોટના મોટા ગજાના ગણાતા જમીનના ધંધાર્થીઓના નામ ખુલતા જ જમીનના ધંધાર્થીઓમાં દોડધામ મચી જવા પામી છે. મુખ્ય આરોપી અધિક કલેકટરો ચંદ્રકાંત પંડયાના રિમાન્ડ દરમિયાન અનેક સ્ફોટસ વિગતો સામે આવીછે. પુછપરછ દરમિયાન રાજકોટના જમીનના ધંધાર્થી સુભાષ બોદર સહીત અનેક મોટા માથાઓના નામ ખુલતા જ તેઓ અન્ડર ગ્રાઉન્ડ થઇ જતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.
ચોટીલા પંથકનાં કરોડોના જમીન કૌભાંડમાં રાજકોટના મોટા ગજાના ગણાતા જમીનના ધંઘર્થી સુભાષ બોદરનું નામ તપાસમાં ખુલ્યાનું એસીબીના સૂત્રોએ જણાવ્યું હતું કે. જો કે હાલ તે અન્ડર ગ્રાઉન્ડ થઇ જતા તેની શોધખોળ જારી રખાઇ છ.
એડીશ્નલ કલેકટર રેન્કના સસ્પેન્ડેડ ચંદ્રકાંત પંડયા સહીતના આરોપીઓએ રિમાન્ડ દરમિયાન અનેક ચોકાવનારા ખુલાસાઓ કર્યા છે. આ સમગ્ર કૌભાંડમાં હાલ ચંદ્રકાંત પંડયા, ચોટીલાના તત્કાલીન ઇન્ચાર્જ મામલતદાર અને હાલ સસ્પેન્ડેડ જે.એલ.ધાડવી, ચોટીલાના તત્કાલીન મામલતદાર અને હાલ નિવૃત એમ.સી. રાઠોડ અને રાજેશ રામભાઇ ખાચર આગામી મંગળવાર સુધીના રીમાન્ડ પર છે.
આ આરોપીઓની પુછપરછમાં આ કૌભાંડમાં રાજકોટમાં જમીન ક્ષેત્રે જેનું મોટું નામ છે તેવા ર૦મીએ બોદરનું નામ ખુલ્યાનું એસીબીના સૂત્રોએ જણાવી ઉમુેર્યુ કે તેની જમીનને લગતા દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરવામાં ઉપરાંત પોતાના સગા સંબંધીઓના નામે દસ્તાવેજો કરાવવામાં મહત્વની ભૂમિકા ખુલી છે. હાલ તે અંડર ગ્રાઉન્ડ થઇ ગયા છે. તેની તલાસ જારી રાખવામાં આવી છે. આ ઉપરાંત બીજા જમીનના ધંધાર્થીઓના પણ નામ ખુલે તેવી સંભાવના છે.
રિમાન્ડ પર રહેલા આરોપી ચંદ્રકાંત પંડયા સહિતનાઓની પુછપરછમાં પણ ઘણી સ્ફોટક માહીતી બહાર આવી છે. સમગ્ર કૌભાંડ કોની સુચનાથી આચરાયું તેનું નામ પણ એસીબીને મળી ગયું છે. એકંદરે આરોપીઓની પુછપરછમાં એસીબીને ઘણી ચોકાવનારી માહીતીઓ મળી રહી છે.