વોર્ડ પ્રભારી, પ્રમુખો, મહામંત્રી અને નગરસેવકોને ચૂંટણીની માફક ચાર દિવસ ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરવા સુચના: ૧૧ લાખ પત્રીકા અને સ્ટીકરનું વિતરણ
વડાપ્રધાન બન્યા બાદ સવા ત્રણ વર્ષના લાંબા અંતરાલ બાદ નરેન્દ્રભાઈ મોદી પ્રમ વખત આગામી ૨૯ જૂનના રોજ રાજકોટની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે વડાપ્રધાનના કાર્યક્રમને લોક ઉત્સવમાં પરિવર્તીત કરવા માટે આજી સતત ચાર દિવસ સુધી ભાજપના કાર્યકરો શહેરમાં ઘેરઘેર જઈ ‚બ‚ આમંત્રણ પાઠવશે.
આ અંગે વધુ માહિતી આપતા મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનના રાજકોટ આગમનને લોક ઉત્સવમાં ફેરવવામાં આવશે. આજી આગામી ૨૫મી જૂન સુધી ભાજપના વોર્ડ પ્રભારી પ્રમુખ, મહામંત્રી અને નગરસેવકો દરેક વોર્ડમાં ડોર-ટુ-ડોર સંપર્ક કરશે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમ અને આજી ડેમ માટે નર્મદા મૈયાના વધામણાના પ્રસંગે લોકોને ઉપસ્તિ રહેવા ‚બ‚ આમંત્રણ પાઠવશે.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજકોટ માટે આ શ્રેષ્ઠ પળ છે. પાણીની સમસ્યા કાયમી ધોરણે હલ ઈ રહી છે ત્યારે આજી ડેમ ખાતે સૌની યોજનાના લોકાર્પણ અને વડાપ્રધાનના રોડ-શોમાં લોકો વધુને વધુ જોડાય તે માટે એડીચોટીનું જોર લગાવવામાં આવશે. ભાજપના કાર્યકરો આગામી ૨૫મી જૂન સુધી સવારે ૯ થી ૧૧:૩૦ અને સાંજે ૭ થી ૭:૩૦ સુધી વોર્ડમાં ડોર-ટુ-ડોર લોક સંપર્ક કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને ૫.૫૦ લાખ પત્રીકા અને ૫.૫૦ લાખ સ્ટીકરનું વિતરણ કરવામાં આવશે.