ધો.૭ થી ૧૨ ગુજરાતી અને ઈગ્લીશ મીડીયમ તથા જેઈઈ, નીટ અને ગુજકેટના વિદ્યાર્થીઓને તજજ્ઞો દ્વારા શિક્ષણ અપાશે
રાજકોટ શહેર શિક્ષણ ક્ષેત્રે હરણફાળ પ્રગતિ કરી રહ્યું છે. ત્યારે શિક્ષણને અનુપ સજજતા સાથે વિદ્યાર્થીઓને પરફેકટ પ્લેટફોર્મ આપવાની નેમ સાથે સાધુ વાસવાણી રોડ પર વર્ધમાન કોમ્પ્લેક્ષ ખાતે પરફેકટ કોચીંગ ઈન્સ્ટિટયુટનો શુભારંભ કરાયો છે. જયાં ધો. ૭ થી ૧૨ના જીએસઈબી, સી.બી.એસ.ઈ. આઈ.સી.એસ.એ ત્રણેય બોર્ડના ગુજરાતી તથા ઈગ્લીશ મીડીયમના વિદ્યાર્થીઓને તાલીમબધ્ધ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે
તેમજ ધો.૧૦ એસ.એસ.સી. બોર્ડ તેમજ ધો. ૧૨ સાયન્સ કોમર્સ માટે બહોળો અનુભવ ધરાવતા શિક્ષકો દ્વારા કોચિંગ કલાસ લેવામાં આવે છે. સાથે સાથે જેઈ, નીટ અને ગુજકેટની પરીક્ષા માટે પણ અહી વિદ્યાર્થીઓને સાનુકુળ વાતાવરણ હેઠળ તૈયારી કરાવવામાં આવે તેવું સંસ્થા દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
રીઝનેબલ ફી સાથે એ.સી. કલાસ મમા દરેક બેચમાં મર્યાદિત સંખ્યામાં વિદ્યાર્થીઓને અભ્યાસની તૈયારી કરાવવામાં આવશે તેમજ તાલીમબધ્ધ અને અનુભવી શિક્ષકો એક એક વિદ્યાર્થી પર પૂરતું ધ્યાન આપી તેના જ્ઞાનને વધારવા પ્રયત્ન કરવામાં આવશે
આ અંગે પરફેકટ કોચિંગ ઈન્સ્ટિટયુટના સચાલીકા અને શહેરની ખ્યાતનામ સ્કુલોમાં શિક્ષક તરીકે ફરજ બજાવનાર પૂજા રાવલે પત્રકાર પરિષદ યોજી હતી અને પરેશભાઈ રાવલે જણાવ્યું હતુ કે દરેક વાલીઓ પોતાના બાળકના ભવિષય માટે ચિંતીત હોય છે. જેની ચિંતાને અમે હળવી કરીશું જો બાળક અભ્યાસમાં નબળો હોય તો અમારા તાલીમબધ્ધ શિક્ષકો તેના જ્ઞાનનો વિકાસ કરાવવા તત્પર છે. અને સ્કુલ તેમજ એજયુકેશનમાં હોશીયાર વિદ્યાર્થીઓને વધુ આગળ વધવા માટે અમારી સંસ્થા શિક્ષણ કાર્ય થકી મદદપ બનશે.
અમારી સંસ્થામાં અનુભવી શિક્ષકો આપના બાળકને સહેલાઈથી ભણાવવા માટે, બાળકનાં એક એક પ્રશ્ર્નોના વ્યવસ્થિત અને સહેલાઈપૂર્વક નિરાકરણ માટે તૈયાર છે.મધ્યમવર્ગનાં બાળકો ઉચ્ચ અભ્યાસ કરી આગળ વધી શકે તે માટે તેઓની પરિસ્થિતિને અનુપ તેઓને ફીમાં ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે. આ ઉપરાંત ઈન્સ્ટિટયુટમાં જોડાનાર વિદ્યાર્થીઓને તમામ પ્રકારનું સાહિત્ય પૂરૂ પાડવામાં આવશે તેમ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ.