ડો. વલ્લભભાઇ કથીરીયાના પુત્ર ડો. આત્મન કથીરીયાના નવા સોપાન એવા નિયો ડાયગ્નોસ્ટીકસમાં બ્લડ ર્ટેસ્ટથી માંડી કેન્સર નિદાન સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ
સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટીંગ ડોકટરોને લેબ અને રેડિયોલોજીના નિદાનમાં સહાયરુપ થવા માટેના નિયો ડાયગ્નોસ્ટીકસ નિદાન કેન્દ્રનો પ્રારંભ રાજકોટના નવા મેડીકલ ઝોન તરીકે વિસ્તરતા નાના મવા મેઇન રોડ પર રાજનગર ચોકમાં એમ્બીશન પ્લસ બિલ્ડીંગમાં થઇ ગયો છે. આ નિયો ડાયગ્નોસ્ટીકસ સેન્ટરમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ સિમેન્સ કંપનીનું ૧.૫ ટેસ્લા ડીજીટલ સાઇલન્ટ એમ.આર.આઇ (સેમ્પ્રા) ૩ર ૩ર સ્લાઇસ સિમેન્સનું સીટી સ્ક્રેન, ફિલીપ્સ કંપનીના હાઇ એન્ડ અલ્ટ્રા સાઉન્ડ મશીન, ડીજીટલ અને ઇમેજ ગાઇડેડ નોન વાસ્કયુલર ઇન્ટરવેન્સનની સુવિધાઓ તેમજ પેથોલોજી વિભાગમા ૬ પાર્ટ ડીફરન્શીયફૂલ હિમેટોલોજી એનલાઇઝર, રોશ કંપનીનું ફુલી ઓટોમેટિક રેન્મ એકસેસ બાયો કેમેસ્ટી એનાલાઇઝર અને ઇમ્યુનોએસે એનલાઇઝર સહિત એબીજી એન્ડ ઇલેકટ્રોલાઇટ એનલાઇઝર, કોએગ્યુલોમીટર યુરીન એનલાઇઝ વેસ્ટમેટિક ઇ.એસ.આર. સાઇટોલીજી, હિસ્ટોપેથોલોજી બોનમેરો એર્સ્પીરેશન અને બાયોપ્સી સહીતની ટેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે.રાજકોટના સુપ્રસિઘ્ધ કેન્સર સ્પેશ્યાલીસ્ટ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ ડો.વલ્લભભાઇ કથીરીયા ના સુપુત્ર ડો. આત્મન કથીરીયા અને ડો. ઘટના કથીરીયા તથા ડો. જય અને ડો. છાયા કોટેચા તથા ડો. પ્રશાંત અને ડો. મીરા ઠોરીયા દ્વારા નીયો ડાયગ્નોસ્ટીકસ નિદાન કેન્દ્રમાં ઉચ્ચ કક્ષાની સેવાઓ ઉપલબ્ધ કરાઇ છેઆ ત્રણેય ડોકટર કપલ રેડીયોલોજી તથા પેથોલોજીનો બહોળો અનુભવ ધરાવે છે. ત્યારે આ નવા નિદાન કેન્દ્રના પ્રારંભે માનવ સેવા એજ પ્રભુ સેવા અને દરદીઓમાં ઇશ્વરના દર્શન એજ પ્રભુ સેવા પૂજા સમજી તબીબી વિજ્ઞાનના લેટેસ્ટ નોલેજ સાથે કોઠાસુજના આધારે ચોકસાઇયુકત શ્રેષ્ઠ સમાજ સેવાના લક્ષ સાથે નવા સોપાન સમાન નિયો ડાયગ્નોસ્ટીક માટે બહોળી સંખયામાં ડોકટર દંપતીઓને અનેરી શુભેચ્છા પાઠવી છે.શાસ્ત્રોકત મંત્રોચાર વચ્ચે નિદાન કેન્દ્રનો શુભારંભ કાંતબેન કથીરીયા, ડો. સાધનાબેન કોટેચા અને રીટાબેન ઠોરીયા દ્વારા કરવામાં આવ્યા હતા. દિપ પ્રાગટય ડો. વલ્લભભાઇ કથીરીયા, જશવંતભાઇ ઠોરીયા, રમણીકભાઇ કોટડીયા સહીતના સભ્યો દ્વારા કરાયું હતું આ તકને લઇ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુનાગઢના પ્રવાસ દરમ્યાન ડો. કથીરીયા પરિવારને સવિશેષ રુબરુ બોલવાી ડો. આત્મન તથા ડો. ધટના ને શુભકામનાઓ પાઠવી હતી.ઉદધાટન પ્રસંગે ત્યાગ વલ્લભ સ્વામી (યોગીધામ), બાલકૃષ્ણ સ્વામી (ફેરણી) જ્ઞાનસ્વામી (ગુરુકુલ) રાજકોટ, નીખીલેશ્વર નંદજી (રામકૃષ્ણ આશ્રમ) અંજદીદી (બ્રહ્માકુમારી ઇશ્વરીય વિઘાલય) કેન્દ્રય મંત્રી મનસુખભાઇ માંડવીયા, રાજકોટના મેયર બીનાબેન આચાર્ય, દિલીપભાઇ સંધાણી, નરેશભાઇ પટેલ, ગોવિંદભાઇ પટેલ, રાજુભાઇ ધ્રુવ, રાજકોટ કલેકટર રાહુલ ગુપ્તા, જોઇન્ટ પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા, ડી.આઇ.જી. સંદીપસિંહ વેસ્ટન રેલવે ડી.આર.એમ. નીનાવેન સહીત મહાનુભાવો બહોળી સંખ્યામાં ડોકટરોએ ઉ૫સ્થિત રહી નિયો ડાયગ્નોસ્ટીકને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી.