ટ્રાન્સજેન્ડરને હવે PAN ફોર્મમાં અલગથી જેન્ડર કેટેગરી મળશે. સરકારે તેના માટે ઇન્કમ ટેક્સ નિયમમાં સુધારો કર્યો છે. એટલે કે હવે પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) બનાવવા જેન્ડર્સને અલગ જેન્ડર કેટેગરીના અરજદાર ગણવામાં આવશે. અત્યાર સુધી PANના એપ્લિકેશન ફોર્મમાં માત્ર બે જ જેન્ડર (પુરુષ અને સ્ત્રી) કેટેગરી આવતી હતી. ઉલ્લેખનીય છે કે ટેક્સ સંબંધિત ટ્રાન્ઝેક્શન માટે પાન નંબર હોવો આવશ્યક છે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ (સીબીડીટી)એ સોમવારે આ અંગે નોટિફિકેશન બહાર પાડ્યું હતુપં. તેમાં ટ્રાન્સજેન્ડર્સને પાન માટે એપ્લિકેશન ફોર્મમાં એક નવું ટિક બોક્સ મળશે. આ નોટિફિકેશન ઇન્કમ ટેક્સ કાયદાની કલમ 139એ અને 295 હેઠળ ઇશ્યુ કરવામાં આવ્યું છે. તેમાં પાન નંબર માટે નવું એપ્લિકેશન ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.