15 એપ્રિલથી દેશના વધુ 5 રાજ્યો ગુજરાત, આંધ્રપ્રદેશ, કેરળ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં ઇન્ટ્રા-સ્ટેટ ઇ-વે બિલ સિસ્ટમ લાગુ થઇ જશે. અત્યાર સુધી ઇન્ટ્રા-સ્ટેટ ઇ-બિલ સિસ્ટમ માત્ર કર્ણાટકમાં લાગુ હતું. ઉલ્લેખનીય છે કે આખા દેશમાં ઇ-વે બિલ સિસ્ટમ 1 એપ્રિલથી લાગુ થઇ ચૂકી છે, જેમાં ઇન્ટર સ્ટેટ અને ઇન્ટ્રા-સ્ટેટ એમ બે પ્રકારના મોડલ છે.
સરકાર તરફથી આવેલા નિવેદન અનુસાર, આ રાજ્યોમાં ઇ-વે બિલ સિસ્ટમ શરૂ થવાથી ટ્રેડ અને ઇન્ડસ્ટ્રીના મોરચે સરળતા ઊભી થવાની આશા છે. આ રાજ્યોના ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી તેમજ ટ્રાન્સપોર્ટર્સ માટે ઇ-વે બિલ હેઠળ રજિસ્ટ્રેશનની પ્રોસેસ શરૂ થઇ ચૂકી છે.
શું છે ઇ-વે બિલ સિસ્ટમ?
ઇ-વે બિલ અનુસાર, 50,000 રૂપિયાથી વધુ રકમનો સામાન રાજ્ય કે રાજ્યની બહાર ટ્રાન્સપોર્ટેશન કે ડિલિવરી માટે માટે સરકારને અગાઉથી ઓનલાઇન રજિસ્ટ્રેશન મારફત જણાવવું પડશે. તે માટે ઇ-વે બિલ જનરેટ કરવું પડશે જે 1 દિવસથી લઇને 15 દિવસ સુધી માન્ય રહેશે. આ વેલિડિટી પ્રોડક્ટ લઇ જવાના અંતર પર આધારીત રહેશે. જેમકે 100 કિલોમીટર સુધીના અંતર માટે 1 દિવસનું ઇ-વે બિલ ચાલશે જ્યારે 1,000 કિલોમીટર કે તેનાથી વધુ અંતર માટે 15 દિવસનું ઇ-વે બિલ બનશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com