એરપોર્ટની કાર્યવાહીને પારદર્શક બનાવવા અંગેની મહત્વની ચર્ચા
સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ ઉપર રોજના ૩૫,૦૦૦ લોકો મુસાફરી કરે છે
સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટની સ્થાનિક એરલાઈન્સમાં ટર્મિનલ ૧ નું ભારણ ઘટાડવા ઈન્ટરનેશનલ ટર્મિનલ ૨ને ઉપયોગ કરવામાં આવશે સોમવારે યોજાયેલી એરપોર્ટ એડવાઈઝરી કમીટીની બેઠક દરમિયાન ચર્ચામાં લેવાયેલ મુખ્ય મુદાઓમાના એક સ્થાનિક ટર્મિનલને નિર્ણયને લગતી બાબત હતી પૂર્વ સંસદ સભ્ય પરેશ રાવલની અધ્યક્ષતાની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
વધુ માહિતી આપતા એસવીપીઆઈ એરપોર્ટના ડિરેકટર મનોજ ગંગાલે જણાવ્યું હતુ કે બે સ્થાનિક એરલાઈન્સને ડોમેસ્ટીક ટર્મિનલથી આંતરરાષ્ટ્રીય ટર્મિનલ ૨ માં સ્થળાંતર કરવામાં આવી છે. હાઈકમીટી બેઠક દરમ્યાન ડોમેસ્ટીક ટર્મિનલનું ભારણ ઘટાડવા માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હતો. જોકે પહેલેથી જ રાજયની એરલાઈન્સ આંતરરાષ્ટ્રીય ટર્મિનલ પરથી ડોમેસ્ટીક ઓપરેશન ચલાવે છે.
પણ આ નિર્ણયને લીધે ઉપલબ્ધ રિસોર્સનો ઉપયોગ કરી શકાશે. એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાના રિપોર્ટ મુજબ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી રોજના ૩૫૦૦૦ લોકો મુસાફરી કરે. છે જેમાના ૮૦ ટકા લોકો ડોમેસ્ટીક ટર્મિનલમાં ઉડાન ભરે છે તો ૨૦ ટકા લોકો આંતરરાષ્ટ્રીય ટર્મિનલમાંથી મુસાફરી કરે છે.
એમાં રાતના સમયે પ્લેન માટે ટર્મિનલ ૨ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ આંતરરાષ્ટ્રીય ઓપરેશનને કારણે તે દિવસ દરમ્યાન એરપોર્ટ ઉપર ફ્રી રહે છે. ત્યાર હવે ૨ ઘરેલુ એરલાઈન્સમાં પણ ટર્મિનલ ૨નો ઉપયોગ કરી શકાશે. અન્ય મેટ્રો સીટીમાં આવી પ્રક્રિયા કરવામાં આવે જ છે.
જયારે ૨ એરલાઈન્સને ટર્મિનલ ૨માં ફેરવવાથી એરપોર્ટ તેમજ મુસાફરોને પણ ફાયદો થશે. એરપોર્ટના ડિરેકટરે જણાવ્યું હતુ કે દેશના ગૃહમંત્રી અને યુનિયન ફીનાન્સ મીનીસ્ટ્રીને આ અંગે પ્રોપ્રોઝલ મોકલવામા આવશે.એક વખત હેડ કવાર્ટરમાંથી મંજૂરી મેળવ્યા બાદ તાત્કાલીક ધોરણે તેની અમલવારી કરવામાં આવશે.
આ મીટીંગ દરમ્યાન એરપોર્ટ ઉપર આવતા ભટકેલા જાનવરોનાં સંચાલન અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઔપચારીક સોદાઓ અને એરપોર્ટની કાર્યવાહીને પારદર્શક બનાવવા માટેની મહત્વની ચર્ચા કરવામાં આવી હતી.