આ અઠવાડીયે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે લીગલ ફ્રેમવર્ક, ઘડી કાઢવામાં આવશે હવે આમાં ફ્રાંસ ઉપરાંત જર્મની, સાઉથ કોરિયા મોંગોલિયા, નેપાલ વિગેરે દેશ પણ સભ્ય બનશે

ભારતના પીઠબળથી બનેલું આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન રંગ લાવશે. અહી ખાસ ઉલ્લેખનીય છે કે સૂય ઉર્જાથી હઠીલા રોગોમાંથી પણ મુકિત મેળવી શકાય છે તેવું એક તાજા સંશોધનમાં બહાર આવ્યું છે. અત્યારે દુનિયાભરમાં સોલાર એનર્જીની બોલબાલા છે.

ધ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ (આઇ.એસ.એ.) ઘણાં દેશોનું એકસકલુઝિવ ગ્રુપ બનાવવા માટે રાજી થઇ ગયું છે. આ કામગીરીના શ્રેયનો કળશ ભારતના શિરે મૂકવામાં આવશે મતલબ કે આ આંતરરાષ્ટ્રીય સોલાર ગઠબંધન (ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ- આઇ.એસ.એ.) ભારતમાં ગઠબંધનથી બનશે.

આ ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ ઓલરેડી રચાયેલું છે ભારતે સોલાર ગઠબંધનનો વિચાર વહે તો મૂકીને તેના માટે સૌ પ્રથમવાર પહેલ કરી હતી. કેમ કે તારીખ ૩૦ નવેમ્બર ર૦૧૫ના રોજ ફ્રાસ સાથે તેની રાજધાની અને ફ્રેશનનગરી પેરિસમાં આ સોલાર ગઠબંધન અંગે બંને

દેશોના વડાપ્રધાને કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ તકે બન્ને દેશોના ટોચના વિજ્ઞાનીઓ, સોલાર એનજી અંગેના અભ્યાસુઓ તેમજ સંબંધકર્તા મંત્રી મંડળના સભ્યો ઉ૫સ્થિત રહ્યા હતા.

ભારત અને ફ્રાંસ વચ્ચે પેરિસમાં જયારે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ રચાયું ત્યારે વિશ્ર્વ આખાએ તેની નોંધ પણ લીધી હતી. તેમાં ચીન અને પાકિસ્તાન પણ સામેલ હતું.

હવે જાણવા મળે છે કે આજથી ચાલુ થતાં અઠવાડીયે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ માટે લીગલ ફ્રેમ વર્ક ઘડી કાઢવામાં આવશે હવે આમા માત્ર ફ્રાંસ જ નહી બલ્કે જર્મની, સા. કોરિયા, મોગોલિયા, નેપાલ વિગેરે પણ સભ્ય બનશે. આવતા વર્ષે ભારત અને ફ્રાંસમાં ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સની મીટીંગો મળવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.