મોદી સરકારને ‘કોમવાદી’ ગણાવવાની અમેરિકન સંગઠ્ઠનની ભલામણ સામે ભારતનો ઉગ્ર વિરોધ
જગત જમાદાર ગણાતું અમેરિકા પોતાના સ્વાર્થ માટે ગમે તે હદ પર જવા માટે વિશ્વભરમાં કુખ્યાત છે. આવું અમેરિકા એકતરફ પોતાના લાભ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરે છે. જયારે બીજી તરફ તેના અમુક સંગઠ્ઠનો આજ વડાપ્રધાન મોદીની સરકારને મુસ્લિમ વિરોધી ગણાવીને ‘કોમવાદી’ કહેતા પણ અચકાતું નથી વિશ્વભરભરમાં ધાર્મિક સ્વતંત્રતા પર ધ્યાન રાખવાનો દાવો કરતા અમેરિકાનાક આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંગઠ્ઠને તેના તાજેતરનાં અહેવાલમાં ભારતને ‘કોમવાદી’ ગણાવીને પાકિસ્તાન, ચીન જેવા ખાસ ચિંતાલાયક દેશોની યાદીમાં મુકવા ટ્રમ્પ સરકારને ભલામણ કરી છે.
અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિકક સ્વતંત્રતા આયોગે ગઈકાલે જાહેર કરેલા અહેવાલમાં વિશ્વના ૧૪ દેશોને ખાસ ચિંતાલાયક દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કર્યો છે. આયોગે ડીસેમ્બર ૨૦૧૯માં રજૂ કરેલા અહેવાલમાં વિશ્વના ૯ દેશો મ્યાનમાર, ચીન, ઈરીટ્રીયા, ઈરાન, ઉત્તર કોરીયા, પાકિસ્તાન, સાઉદી અરબ, તજાકિસ્તાન, તુર્કેમિસ્તાનનો ખાસ ચિંતાલાયક દેશો તરીકે ઉલ્લેખ કર્યો હતો. આયોગે તેના વષૅ ૨૦૨૦ના અહેવાલમાં ગત વર્ષનાં ૯ દેશો ઉપરાંત ભારત, નાઈજીરીયા, રૂસ, સીરિયા અને વિયેટનામ એમ પાંચ નવા દેશોને એમ કુલ ૧૪ દેશોને આ યાદીમાં મૂકયા છે. જોકે, આ આયોગના નવમાંથી બે સભ્યોએ ભારતને ચિંતાજનક દેશોની યાદીમાં મૂકવા સામે અસહમતી દર્શાવી હતી.
ભારતને ચિંતાજનક દેશોની યાદીમાં મુકવા પાછળ કારણોમાં આ આયોગના સભ્યોએ જણાવ્યું છષ કે વર્ષ ૨૦૧૯માં ભારતમાં સીએએ, જેવો કાયદો લાવવામાં આવ્યા હતા. આ કાયદાનો વિરોધ કરી રહેલા લઘુમતીઓ ખાસ કરીને મુસ્લિમો પર ભારે અત્યાચાર કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૯ના મે માસમાં યોજાયેલી લોકસભા ચૂંટણીનાં પરિણામમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યાબાદ દેશમાં મુસ્લિમ સહિતના લઘુમતીઓ પર હુમલાઓના બનાવો વધવા પામ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિતના પદાધિકારીઓ લઘુમતીઓ પર સમયાંતરે આકરી ટીપ્પણીઓ કરતા રહ્યા છે. જેના કારણે ભારતમાં લઘુમતિઓ ખાસ કરીને મુસ્લિમો પર હુમલાનું પ્રમાણ વધ્યું છે અને મુસ્લિમોની ધાર્મિક સ્વતંત્રતાનું સતત હનન થઈ રહ્યું છે. અમેરિકાના આંતરરાષ્ટ્રીય ધાર્મિક સંગઠ્ઠને ટ્રમ્પ સરકારને ભારતને ચિંતાજનક દેશોની યાદીમાં મુકવા ભલામણ કરી છે. આ ભલામણ અને ભારતને કોમવાદી દેશોની યાદીમાં મુકવા સામે ભારત સરકારે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રી વાસ્તવે આ મુદે જણાવ્યું હ તુ કે અમેરિકન આયોગના આ નિરીક્ષણને ખોટુ ગણાવ્યું હતુ ભારતને બદનામ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે.તેમાં વધારે પડતુ આ એક જુઠાણુ છે. ઉલ્લેખનીય છે કે, આ આયોગને અમેરિકન સરકારે ૧૯૯૮માં માન્યતા આપીને ગૃહ મંત્રાલયની નીચે કાર્યરત કર્યું છે.