પ્રતિબંધીત કેમિકલ્સ ભરેલા ૪૫ કેરબા સાથે ત્રણની ધરપકડ: રાજકોટ રેન્જ આઇજીના માર્ગદર્શન હેઠળ તપાસનો દોર મુંબઇ સુધી લંબાવ્યો: કેમિકલ્સમાંથી ડ્રગ્સ બનતું હોવાનો ગાંધીનગર લેબોરેટરીનો અભિપ્રાય

દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આરંભડા ગામેથી પ્રતિબંધીત કેમિકલ્સના જથ્થા સાથે ત્રણ શખ્સોને પોલીસે ઝડપી લીધા બાદ કેમિકલ્સ ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં આવતું હોવાનો ગાંધીનગર લેબોરેટરી દ્વારા અભિપ્રાય આપવામાં આવતા પોલીસ સ્ટાફ ચોકી ઉઠયો છે. આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનું પગે‚ મુંબઇ સુધી લંબાવ્યું છે. કેમિકલ્સનું કનેકશન રાજકોટ, ગોંડલ અને જામનગરમાં નીકળતા પોલીસ રેકેટના મુળ સુધી પહોચવા રાજકોટ રેન્જ આઇજીના માર્ગ દર્શન હેઠળ જુદી જુદી ટીમ બનાવી તપાસનો ધમધમાટ શ‚ કર્યો છે.

આતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટ અંગે તાજેતરમાં ઝડપાયું ત્યારે ફિલ્મ અભિનેત્રી મમતા કુલકર્ણી, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડના પુત્ર અને વી.કી.ગૌસ્વાનીની સંડોવણી બહાર આવી હતી. તેની સાથે આરંભડાથી ઝડપાયેલા કેમિકલ્સનું કનેકશન હોવાની શંકા સાથે પોલીસે ઝડપાયેલા ત્રણેય શખ્સોની પૂછપરછ હાથધરી છે.

તાજેતરમાં જ પોરબંદરના દરિયા કિનારેથી રૂ.૩૫૦૦ કરોડની કિંમતના ૧૫૦૦ કિલો હેરોઇન સાથે બોટ ઝડપી ૧૧ પરપ્રાંતિય શખ્સોની ધરપકડ કરી હતી સૌરાષ્ટ્રના દરિયાનો ડ્રગ્સ માફિયાઓ ઉપયોગ કરી ડ્રગ્સ ઘુસાડવાનો અને ડ્રગ્સ બનાવવાના કાળા કારોબારનો પર્દાફાસ થયો છે.

રાજકોટના થોરાળા વિસ્તારમાં રહેતો અને કેટલાક સમયથી આરંભડામાં સ્થાયી થઇ કલર કામનો વ્યવસાય કરતા હા‚ન સતાર સોરા નામના શખ્સે ભાડે રાખેલા મકાનમાંથી રૂ.૧૦.૬૫ લાખની કિંમતના કેમિકલ્સ ભરેલા ૪૫ કેરબા સાથે મીઠાપુરના પી.એસ.આઇ. સી.બી.જાડેજા સહિતના સ્ટાફે ઝડપી લીધા બાદ કેમિકલ્સના નમુના ગાંધીનગર લેબોરેટરીમાં મોકલ્યા હતા.

હા‚ન સોરાની પૂછપરછ કરતા કેમિકલ્સ ડ્રગ્સ સાથે જામનગરના દવાના જથ્થાબંધ વેપારી પીનલ કિરીટ ચોટાઇની સંડોવણી હોવાની કબુલાત આપી હતી.

પીનલ ચોટાઇની અટકાયત કરી તેની પૂછપરછમાં મુંબઇના અંધેરી ખાતે રહેતા જીજ્ઞેશ સુભાષ વોરા અને ગોંડલના ભાવેશ વિઠ્ઠલ દુધાત્રાની સાથે મળી પ્રતિબંધીત કેમિકલ્સ મગાવી આરંભડા ખાતે મકાન ભાડે રાખી ડ્રગ્સ બનાવતા હોવાની સ્ફોટક વિગતો બહાર આવી હતી.

સમગ્ર ડ્રગ્સ રેકેટમાં રાજકોટના ઇમરાન ઉર્ફે ભુરો અકબર જેસાણીયાની મદદથી ગેર કાયદે મેફેડ્રોન નશીલા પર્દાથ બનાવી વેચાણ કરતા હોવાનું બહાર આવ્યું હતું.

ગાંધીનગર લેબોરેટરી દ્વારા પુથ્થકરણ કર્યા બાદ કેમિકલ્સ પ્રતિબંધીત હોવાનું અને ડ્રગ્સ બનાવવાના ઉપયોગમાં આવતું હોવાનો અભિપ્રાય આપતા રાજકોટ રેન્જ આઇજી ડી.એન.પટેલ સહિતના સ્ટાફે કેમિકલ્સ પ્રકરણમાં ઉંડી તપાસ કરવા આદેશ આપી તપાસ જામનગર પી.આઇ. સમીર સારડાને સોપી ડ્રગ્સ રેકેટના મુળ સુધી પહોચવા કવાયત હાથધરી છે.

રાજકોટના ઇમરાન ઉર્ફે ભુરો અકબર જેસાણીયા, ગોંડલના ભાવેશ વિઠ્ઠલ દુધાત્રા અને મુંબઇના જીજ્ઞેશ સુભાષ વોરાને ઝડપી લીધા બાદ આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટના મોટા માથા સુધી પહોચી શકાય તેમ હોવાનું પોલીસસુત્રો જણાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.