ધરેલું હિંસાના કેસમાં પરિણીતાએ સાસરીયા સામે જીવન નિર્વાહ ચલાવવા માંગ કરી તી
શહેરમાં રહેતા કિંજલબેન સુનીલભાઇ હમીરાણીએ મુંબઇ સ્થિત પતિ સુનીલ હમીરાણી સહીત સાસરીયા સામે ધરેલું હિંસાના કેસ કરી અને જીવન નિર્વાહ માટે મકાન ભાડુ અને ભરણપોષણની માંગ સાથે જયુડીશીયલ કોર્ટમાં રૂ. પ લાખની માંગ સાથે અરજી કરી હતી. જેમા પરિણીતાએ સાસરીયા સામે દહેજ અંગે ત્રાસ આપતા પરિણીતા માવતરે ચાલી ગઇ હતી. બાદ બન્ને પક્ષોની સમાધાન બાદ પરિણીતા સાસરીયા આવેલી અને સાસરીયા દ્વારા ત્રાસ આપવાનું ચાલુ રાખતા પરિણીતા પુત સાથે માવતરે આવ્યાની રજુઆત કરેલી તે ઘ્યાને લઇ વચગાળાનું રૂ. ચાર હજારનું વચગાળાનું ભરણપોષણ ચુકવવાનો હુકમ કર્યો છે.
બાદ સામાવાળા સુનીલભાઇ હમીરાણી વિગેરે કોર્ટમાં હાજર થઇ જવાબ વાંધા રજુ કરેલા પરિણીતા તેના માવતરે અવાન નવાર સામાવાળા તેડવા આવેલા છે. પરંતુ પરિણતા આવેલા નથી. અને પુત્રના જન્મ બાદ સાસરીયા મુંબઇ મુકામે સ્કુલમાં તેનું એડમીશન પણ કરાવેલું છે. અને પરિણીતાને તેડી જવા ઘણા પ્રયત્ન કરેલા છે.
ઉપરોકત હકિકતે કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે, સામાવાળાના એડવોકેટ મારફત પરિણીતાની વિસ્તૃત ઉલ્ટ તપાસ કરવામાં આવેલી અને બાદ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવેલું છે કે, સામાવાળાએ સર તપાસની જુબાની તથા ઉલ્ટ તપાસમાં અલગ અલગ હકિકત જાહેર કરેલા છે. તેમજ પ્રોટેકશન ઓફીસરના રીપોર્ટમાં પણ મહત્વની કહી શકાય તેવી વિરોધાભાષી હકિકત રેકર્ડ પર આવેલી છે. વિગેરે મુદાની છણાવટ કરી અધિક ચીફ જયુ. મેજી. એમ.એસ. સુતરીયા અરજદારની ધરેલું હિસ્સા હેઠળની અરજી ના-મંજુર કરી છે અન વચગાળાના તબકકે થયેલું ભરણપોષણનો હુકમ પણ રદ કરેલો છે.
આ કામમાં સુનીલ હમીરાણી વિગેરેના વકીલ મનોજ ભટ્ટ, આનંદ પઢીયાર, જીજ્ઞાસા જાની તથા રચીત એમ. અત્રી રોકાયેલા હતા.