સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સફળતાપૂર્વક ચાલી રહેલા લેપ્રોસી પ્રોગ્રામ માટે સ્વાસ્થ્ય વિભાગ અને આંતરરાષ્ટ્રીય સંગઠને પ્રસંશા કરી છે. એના માટે ઉપનિર્દેશક ભારત સરકાર તેમજ જાપાનના નિપોન ફાઉન્ડેશનના ચેરમેન યોહેઈ સાસાકાવા અને તેમની ટીમે આજે બે દિવસીય મુલાકાત માટે આવ્યા છે. ભારત સરકારના પ્રતિનિધિ અનુસાર સંઘપ્રદેશ દાદરાનગર હવેલી પોતાનામાંજ દેશમાં એક મિસાલ બનીને અગળી આવી રહ્યું છે. દિલ્હીમાં પણ દાનહ માટે લેપ્રોસી પ્રોગ્રામને એક સફળ પ્રોજેક્ટ ગણવામાં આવ્યો છે.
જેના માટે લેપ્રોસી પ્રોજેક્ટ થી સંકળાયેલા બધા જ લોકોને શુભેચ્છા પાઠવવામાં આવી છે. દાદરા નગર હવેલીના પ્રોગ્રામ માટે એક મિશાલ જણાવતા કહ્યું કે, આવું ઘણું ઓછું જોવામાં આવ્યુ છે કે, લોકો લેપ્રોસીને લઈ જાગૃત છે અને એના માટે સ્વાસ્થ્ય વિભાગ અને લેપ્રોસી પ્રોગ્રામની ટીમ ગામ-ગામ જઈને લોકોને સમજાવે છે કે આ શું છે અને આનો ઈલાજ કેવી રીતે કરવામાં આવે છે.સ્વાસ્થ્ય નિર્દેશક તરીકે ડોક્ટર વીકે દાસે લેપ્રોસી પ્રોગ્રામ વિશે જણાવ્યું કે, લેપ્રોસીને પૂર્ણ રીતે દુર કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.
અમે આ પ્રોજેક્ટને દરેક ગામ સુધી પહોંચાડી રહ્યા છીએ અને લોકોને જાગૃત કરી રહ્યા છીએ. ડોક્ટર મનોજ સિંહ જે લેપ્રોસી પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે તેમણે જણાવ્યું કે,હમણાં સુધી વધારે થી વધારે લોકો સુધી લેપ્રસીની જાણકારી પહોંચી ગઈ છે અને તેમને આવતા દિવસોમાં હજી વધારે કેવી રીતે પ્રોજેક્ટ ને સફળ બનાવી શકીએ તેના પર પણ વિશ્લેષણ આજની બેઠકમાં કરવામાં આવી છે.