સંસ્થાએ ૭૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે શરૂ કરેલી ‘બેટલ ઓફ
ધ માઈન્ડસ’ સ્પર્ધાનો છઠ્ઠા વર્ષમાં પ્રવેશ અંદાજે ૧૦૦ બાળકો જોડાશે
કલબના હોદેદારો ‘અબતક’ની શુભેચ્છા મુલાકાતે
રોટરી કલબ ઓફ રાજકોટના ૭૫માં વર્ષની ઉજવણી રૂપે શરૂ થયેલ ઈન્ટર સ્કૂલ કવીઝ કમ્પીટીશન ‘બેટલ ઓફ ધ માઈન્ડસ’, આ વર્ષે છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે.
આ વર્ષે ફરી એકવાર રવિવાર તા.૨.૧૨ના રોજ શહેરની હાઈસ્કુલના વિદ્યાર્થીઓ વચ્ચે બૌધ્ધિક ટકકર, જેની તડામાર તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. સી.એ.ભવન, રૈયારોડ ખાતે યોજાનાર આ કવીઝમાં રાજકોટની નામાંકિત શાળાના વિદ્યાર્થીઓ ભાગ લેશે કોમ્પીટીશનને સફળ બનાવવા હોદેદારો ચંદ્રેશ મનવાણી અને હરેન વોરાએ ‘અબતક’ની મુલાકાત લીધીહતી.
રાજકોટના બૌધિક પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓને બહાર આવવાની તક મળે છે. તેઓ પ્રોત્સાહિત થાય તે માટે યોજાતી આ સ્પર્ધામાં વિજેતાને ‘સ્વ. શ્રીસૂર્યકાંત કોઠારી મેમોરીયલ ટ્રોફી’ એનાયત કરવામાં આવે છે. તથા રનર્સ અપને પણ મેડલ્સ આપવામાં આવશે. તથા ભાગ લેનાર દરેક વિદ્યાર્થીને સર્ટીફીકેટ આપવામાં આવે છે.
આ કવીઝનું મુખ્ય આકર્ષણ બેંગલુથી આવતા સુવિખ્યાત કવીઝ માસ્ટર વિનયભાઈ મુદલિયાર છે. કે જેઓએ ટાઈમ્સ ઓફ ઈન્ડીયા, ડેકકન હેરાલ્ડ વિગેરે સંસ્થાઓ આયોજીત કવીઝનું સફળ સંચાલન કરેલ છે.
સામાજીક તથાવિકાસ કાર્યો માટે સદા પ્રયત્નશીલ તથા અગ્રેસર રહેલ સંસ્થા ‘રોટરી કલબ ઓફ રાજકોટ’ દ્વારા વિદ્યાર્થી વિકાસ માટે ઘણા આર્થિક ખર્ચ સાથે આ આયોજન કરે છે. જેમા કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી.
ભાગ લેવા ઈચ્છુક શાળાઓએ વધુ વિગત માટે પ્રોજેકટ ચેરમેન સકિનાબેન ભારમલ ૯૯૦૯૯૯૮૦૫૫ અથવા હરેન વોરા ૯૮૨૫૨૧૭૯૧૧નો સંપર્ક કરવો.