આત્મજ્ઞાની પૂ.દિપકભાઇનો પ્રશ્નોત્તરી સત્સંગ જ્ઞાનવિધિ કાર્યક્રમ
દિપકભાઈના આજના સત્સંગમાં મુમુક્ષુઓને જણાવે છે કે ઉમંર શરીર ને થાય છે, આત્મા ને ઉંમર હોય નહિ. દેહને ઉમર ની સાયકોલોજિકલ અસર થવા દેવાની નથી. તબિયત અંગે હંમેશા હકારાત્મક જ રહેવું જેથી ઉમરની અસરમાં નકારાત્મક વિચારોમાં જાગૃત રહેવું.
જ્ઞાનની કિંમત કેમ સમજાતી નથી તેવા પ્રશ્ન કરતા ના જવાબમાં પૂજ્ય શ્રી દિપકભાઈએ જણાવ્યું કે માન ની, મોહ ની, લોભ ની કિંમત મૂકી છે, પરંતુ જ્ઞાનની કિંમત સમજાતી નથી તેથી સંસાર ની ભાનગઢ રહે છે. પ્રકુતિ થી હંમેશા જુદા રહેવાનું છે. અપમાન કરનાર દોષિત દેખાય પણ ખરેખર એ આપણા ઉપકારી છે, તે આપણો અહમ તોડી આપે છે. ભૂલ થાય ત્યાં પ્રતિક્રમણ કરવાનું અને દરેક ને નિર્દોષ જોવાનું વલણ કેળવવું પડે, તો જાગૃતિ વધે. નેગેટિવ બોલવાથી નેગેટિવ રિજલ્ટ ઊભું થાય છે અને પોઝિટિવમાં રહેવાથી પરિણામ પોઝિટિવ થવા લાગે છે માટે હંમેશા પોઝિટિવ દ્રષ્ટિ જ રાખવામાં જાગૃતિ રાખવી જોઈએ. પ્રતિકૂળતા એ આત્મા માટેનું વિટામિન છે. પ્રતિકૂળતા ના હોય તો રાગ થી ગમતામાં જ રચ્યા પચ્યા રહેવાય અને સંસારમાં ગારવતાથી લપેટાયેલા રહી જવાય છે. અને અમને આમ જિંદગી પુરી થઇ જાય છે.
ગુરુ ને શોધવાનો ટૂંકો રસ્તો કયો? તેવા પ્રશ્ર્નાર્થી ના ઉત્તર માં પૂજ્ય દિપકભાઈ જણાવે છે કે ગુરુ તમને સુખ તરફ લઇ જશે માટે, સાચા જ્ઞાની ને શોધો તો મોક્ષ (શુદ્ધ) તરફ લઇ જશે. માટે સાચા જ્ઞાની ને જ શોધજો. જ્ઞાની જ આ દુષમકાળમાં અજ્ઞાન છોડાવી તમને સ્વ નું ભાન કરાવી, આત્મા દશા મા બેસાડી દેશે અને તમારા જ આત્મા નો તમને અનુભવ કરાવી દેશે. ના ગમતું એવું રાખવું જ નહિ, ના ગમતું હંમેશા ટેમ્પરરી જ હોય છે માટે હંમેશા પોઝિટિવ જોવું અને આનંદ માં રહેવું આથી સાંસારિક વ્યવહાર ના ઘણા પ્રશ્નનો આપો આપ ઉકેલાઈ જશે. જેટલા તમે આત્મા તત્વ (સ્વ ની અનુભૂતિ) તરફ જશો એટલે સાંસારિક બાબતો માંથી છૂટ તા જશો. અજ્ઞાન છૂટશે ત્યારે નીજાનંદ ઉભરાતો રહેશે તેવો નિયમ છે.
કોઈને કિંચિત માત્ર દુ:ખ ના આપીયે, કોક દુ:ખ આપે તે આપણે જમા કરી લઈએ તો આપણા ચોપડા ચોખ્ખા થઇ જાય. કોઈને દુ:ખ અપિયે નહી નવો વેપાર શરુ કરીએ નહિ અને જૂનો હોય તે માંડવાળ કરી દઈએ એટલે ચૂકતે થઈ જાય. આ જગત નો નિયમ એવો છે, કે આંખે દેખે એને ભૂલ કહે છે, ને કુદરત નો નિયમ એવો છે કે કોન ભોગવે છે એની ભૂલ છે. જગત આખુ સામા ની ભુલ જોવે છે, ભોગવે છે પોતે પણ ભુલ સામા ની જોવે છે અને ઉલ્ટા ગૂન્હા ડબલ થતા જાય છે અને વ્યવહાર ગૂંચવાળો પણ વધતો જાય છે, આ વાત સમજી ગયા એટલે ગૂંચવાળો ઓછો થતો જાય છે.
તારીખ 18 ફેબ્રુઆરીના રોજ સાંજે 7 થી 10 પ્રશ્ર્નોત્તરી સત્સંગ અને આવતી કાલે 19 ફેબ્રુઆરીમાં રોજ સાંજે 5:30 થી 9 જ્ઞાન નિધિ નો પ્રયોગ આત્મ જ્ઞાની પૂજ્ય દિપકભાઇ ના સાનિધ્યમાં યોજવામાં આવેલ છે. તો દરેક રાજકોટવાસી તેમજ બહારગામના મુમુક્ષુઓને લાભ લેવા હાર્દિક નિમંત્રણ છે
સ્થળ: ઓપન ગ્રાઉન્ડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટના આંગણે યોજવામા આવેલ છે.
આત્મજ્ઞાન વિધિ શું છે?
આત્મસાક્ષાત્કાર પામવાનો ભેદ જ્ઞાનનો પ્રયોગ, જે પ્રશ્ર્નોત્તરી સત્સંગ થી જુદો છે. જેમાં મુમુક્ષોઓને પોતાના જ આત્માનો સાક્ષાત્કાર થાય છે. 1958 માં પરમપૂજ્ય દાદા ભગવાનને જે આત્મજ્ઞાન પ્રગટ્યું તેજ આત્મજ્ઞાન આજે પણ એમની કૃપા તથા પુજય નીરૂમાના આશીર્વાદ થી આત્મજ્ઞાની પૂજ્ય દિપકભાઇના માધ્યમ થકી પ્રાપ્ત થાય છે. જ્ઞાન મળ્યા બાદ પોતાનો આત્મા જાગૃત થઇ જન્મ મરણના ફેરા માંથી મુક્ત થાય છે. તેમજ ઘર કુટુંબ કામકાજમાં સુખ શાંતિ અનુભવાય છે. પ્રશ્ર્નોત્તરી સત્સંગ તારીખ 18 અને 20 ફેબ્રુઆરી સાંજે 7 થી 10, અને જ્ઞાનવિધિ કાર્યક્રમ 19 ફેબ્રુઆરી સાંજે 5:30 થી 9 કલાકે, સ્થળ: ઓપન ગ્રાઉન્ડ, બાલાજી હોલની પાછળ, ધોળકિયા સ્કૂલની સામે, 150 ફૂટ રિંગ રોડ, રાજકોટના આંગણે યોજવામા આવેલ છે.