ગૃહસ્થાશ્રમ
શ્રીમદ્દને ધર્મના અને વૈરાગ્યના સંસ્કાર બાળપણથી જ દઢ થયા હતા. તેમની ઉમર જે મ જેમ વધતી હતી. તેમ તેમ તેમનું આત્મલક્ષી અઘ્યયન, ચિંતન તથા મનન પરિપકવ બનતું જતું હતું અને તેમની વૈરાગ્યભાવના વધતી જ જતી હતી. તેમનો મનોરથ તો નિગં્રથમાર્ગ ગ્રહણ કરવાનો જ હતો અને તેથી તેઓ લગ્ન માટે ઉત્સુક ન હતા. પરંતુ માતા-પિતા તથા અન્ય સગાં-સંબંધીઓ તેમને ગૃહસ્થાશ્રમમાં જોડાયા ખુબ દબાણ કરી રહ્યા હતા. સર્વસંગપરિત્યાગ માટે માતા-પિતાની અનુમતિ ન મળતા તેમણે લગ્ન માટે પરાણે સંમતિ આપી હતી.
સર્વસંગપરિત્યાગની અંતરંગત ભાવના છતાં પૂર્વકર્મની વિચિત્રતાના કારણે તેમને ગૃહસ્થજીવનમાં પ્રારબ્ધાધીનપણે પ્રવેશ કરવો પડયો હતો. અંતરમાં પ્રબળ વૈરાગ્યદશા છતાં તેઓ વિ.સં. ૧૯૪૪ના પોષ મહિનામાં મુંબઇથી વવાણિયા ગયા હતા. અને મહા સુદ ૧રના દિવસે, ઝવેરી શ્રી રેવાશંકરભાઇ જગજીવન અને ડો. પ્રાણજીવનદાસના મોટાભાઇ શ્રી પોપટલાલભાઇ મહેતાની સુપુત્રી ઝબકબાઇ સાથે લગ્નગ્રંથીથી જોડાઇ તેમણે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યો હતો. મોરબીથી લગ્ન કરીને પાછા ફરતાં તેઓશ્રીના સિગરામ પર કેસરના છાંટણાંનો વરસાદ થયો હતો. જે યુગપ્રધાનપણાનું ઘોતક છે.
ગૃહસ્થાશ્રમ અંગે શ્રીમદ્ નાની વયથી જ પરિપકવ, વિવેકી અને ગંભીર વિચારો ધરાવતા હતા. મોક્ષમાળા ના શિક્ષાપાઠ બાર ઉત્તમ ગૃહસ્થમાં તથા શિક્ષોપાઠ પિસ્તાલીસ સામાન્ય મનોરથ નામના કાવ્યમાં તેમજ શિક્ષાપાઠ પંચાવન સામાન્ય નિત્યનિયમ માં તેમણે ગૃહસ્થાશ્રમ સંબંધી પોતાના વિચારો વિવિધ રીતે પ્રદર્શિત કર્યા છે. સુખ વિષે વિચારના પાઠોમાં તેમણે એક સઘ્ધર્મનિષ્ઠ સદગૃહસ્થનો આદર્શ રજુ કરતું સુંદર શબ્દચિત્ર આલેખ્યું છે. તેમાં તેમના હ્રદયનું દર્શન થાય છે. સોળથી ઓગણીસ વર્ષની વય દરમ્યાનના તેમના અન્ય લખાણોમાં પણ ગૃહસ્થજીવન કેમ ગાળવું. કઇ રીતે સુવ્યવસ્થિત કરવું તે સંબંધી વચનો મળે છે. જે સર્વ ગૃહસ્થોને પ્રેરણાદાયી નીવડે એવાં છે.
શ્રીમદ્દ ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ્યા, પરંતુ તેમણે આત્માર્થને ગૌણ ન કર્યો. તેમના ત્યાગ, વૈરાગ્ય નિર્લેપતા અને તત્વજિજ્ઞાસા પ્રબળ ને પ્રબળ થતાં જતાં હતાં. તે સમયે તેમનું આત્મમંથન પરાકાષ્ઠાએ પહોંંચ્યું હતું. જે તેમના પત્રોમાં નીતરે છે. અને ગૃહસ્થાશ્રમ મઘ્યે તેમની ઉત્તરોતર બળવત્તર બનતી જતી વિરકત દશાનો ખ્યાલ આપે છે. ગૃહસ્થજીવનનું લગભગ એક વર્ષ વીત્યા પછી સ.વ. ૧૯૪૫માં લખાયેલા સ્ત્રીના સંબંધમાં મારા વિચારમાં શ્રીમદ્ે સ્ફટિક જેવા સ્છચ્છ, પારદર્શક હ્રદયે કરેલ આતંર નિરીક્ષણથી નિખાલસ ભાવે લખ્યું છે. –
અતિ અતિ સ્વસ્થ વિચારણાથી એમ સિઘ્ધ થયું કે શુઘ્ધ જ્ઞાનને આશ્રયે નિરાબાધ સુખ રહ્યું છે. તથા ત્યાં જ પરમ સમાધિ રહી છે.
સ્ત્રી એ સંસારનું સર્વોત્તમ સુખ માત્ર આવરણિક દ્રષ્ટિથી કલ્પાયું છે, પ તે તેમ નથી જ સ્ત્રીથી જે સંયોગસુખ ભોગવવાનું ચિહન તે વિવેકથી દ્રષ્ટિગોચર કરતાં વમન કરવાને યોગ્ય ભૂમિકાને પણ યોગ્ય રહેતું નથી. જે જે પદાર્થો પર જુગુપ્સા રહી છે., તે તે પદાર્થો તો તેના શરીરમાં રહ્યા છે. અને તેની તે જન્મ ભૂમિકા છે. વળી એ સુખ ક્ષણિક, ખેદ અને ખસના દરદરુપ જ છે. તે વેળાનો દેખાવ હ્રદયમાં ચીતરાઇ રહી હસાવે છે. કે શી આ ભુલવણી ? ટૂંકામાં કહેવાનું કે તેમાં કંઇ પણ સુખ નથી, અને સુખ હોય તો તેને અપરિચ્છેદરુપે વર્ણવી જુઓ, એટલે માત્ર મોહદશાને લીધે તેમ માન્યતા થઇ છ. એમ જ જણાશે. અહીં હું સ્ત્રીના અવયવાદિ ભાગનો વિવેક કરવા બેઠો નથી. પણ ત્યાં ફરી આત્મા ન જ ખેંચાય એ વિવેક થયો છે. તેનું સહન સૂચવન કર્યુ. સ્ત્રીમાં દોષ નથી. પણ આત્મામાં દોષ છે: અને એ દોષ જવાથી આત્મા જે જુએ છે તે અદ્ભૂત આનંદમય જ છે; માટે એ દોષથી રહિત થવું એજ પરમ જિજ્ઞાસા છે.
શુધ્ધ ઉપયોગની જો પ્રાપ્તી થઈ તો પછી તે સમયે સમયે પૂર્વોપાર્જિત મોહનીયને ભસ્મીભૂત કરી શકો આ અનુભવગમ્ય પ્રવચન છે.
પણ પૂર્વાપાર્જિત હજુ સુધી મને પ્રવર્તે છે.ત્યાં સુધી મારી શી દશાથી શાંતિ થાય? એ વિચારતા મને નીચે પ્રમારે સમાધાન થયુ.
સ્ત્રીને સદાચારી જ્ઞાન આપવું અકે સત્સંગી તેને ગણવી તેનાથી ધર્મબહેનનો સંબંધ રાખવો અંત કરણથી કોઈ પણ પ્રકારે મા બહેન અને તેમાં અંતર ન રાખવો તેના શારીરીક ભાગનો કોઈ પણ રીતે મોહકર્મને વશે ઉપભોગ લેવાય છે ત્યાં યોગની જ સ્મૃતિ રાખી આ છે તો હું કેવું સુખ અનુભવું છું? એ ભૂલી જવું તાત્પર્ય તે માનવું અસત્ છે. મિત્રે મિત્રની જેમ સાધારણ ચીજનો પરસ્પર ઉપયોગ લઈએ છીએતેમ તે વસ્તુ લેવા વિ.નો સખેદ ઉપભોગ લઈ પૂર્વબંધનથી છૂટી જવું. તેનાથી જેમ બને તેમ નિર્વિકારી વાત કરવી. વિકાર ચેષ્ટાનો કાયાએ અનુભવ કરતા પણ ઉપયોગ નિશાન પર જ રાખવો.
તેનાથી કંઈ સંતાનોત્પતિ થાય તો તે એક સાધારણ વસ્તુ છે. એમ સમજી મમત્વ ન કરવું પણ એમ ચિંતવવું કે જે દ્વારથી લઘુશંકાનું વહેવું છે તે દ્વારથી ઉત્પન્ન થયેલો પદાર્થ (આ) પાછો તેમાં કાં ભૂલી જાય છે મહા અંધારી કેદથી કંટાળી આવ્યા છતા પાછો ત્યાંજ મિત્રતા કરવા જાય છે. એ શી વિચિત્રતાછે ! ઈચ્છવું એમ કે બંનેના તે સંયોગથી કંઈ હર્ષશોક કે બાળબચ્ચા‚પ ફળની ઉત્પતિ ન થાઓ એ ચિત્ર મને સંભારવા ન દો નહી તો એક માત્ર સુંદર ચહેરો અને સુંદર વર્ણ જડ પદાર્થનો તે આત્માને કેટલુ બંધન કરી સંપત્તિહીન કરે છે, તે આતમા કોઈ પણ પ્રકારે વિસારીશ નહિ.
૧. શ્રીમદ, રાજચંદ્ર, છઠ્ઠી આવૃત્તિ, પૃ. ૧૯૫-૧૯૬ (આંક-૭૮)
આ ઉપરાંત ગૃહસ્થાશ્રમને લગતા બીજા અનેક ઉદગારોમાં પણ તેમના અત્યંત વિરકત ભાવનું પ્રગટ દર્શન થાય છે. સંસાર દુ:ખમય લાગતો હોવા છતા પૂર્વકર્મના કારણે તેઓ તેનાથી છૂટી શકતા ન હતા પોતે ધારેલી ઝડપથી આગળ વધી શકતા ન હતા અને એ પરિસ્થિતિની તેમને એટલી તીવ્ર ઉંડી અંતરવેદના થતી હતી કે એક પત્રમાં તેમણે દુ:ખી મનુષ્યોમાં પોતાને અગ્રેસર ગણાવ્યા હતા. યથાયોગ્ય નિગ્રર્ંથદશા વિના ક્ષણભર જીવવું પણ તેમને કઠીન થઈ ગયું હતુ.