અમરેલીના સાવર અને કુંડલા ગામ વચ્ચે એક નાવલી નદી આવેલી છે જેથી સાવર અને કુંડલા બને અલગ અલગ થાય છે જેથી સાત દાયકા જૂની પરંપરા દિવાળીના દિવસે યોજવામાં આવે છે દિવાળીના દિવસે ખાસ પ્રકારના ફટાકડાથી યુદ્ધ ખેલાય છે ગુજરાતમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલા ખાતે અંગોરીયા યુદ્ધ યોજાય છે જે છેલ્લા 71 વર્ષથી આ યુદ્ધ ચાલ્યું આવે છે વર્ષો જૂની પરંપરા પ્રમાણે આ યુદ્ધ ખેલાઈ છે હાલના સમયની અંદર આ દિવાળીના યુદ્ધ માટે સંપૂર્ણ તૈયારીઓ યોદ્ધા દ્વારા કરવામાં આવી રહી છે સર્વપ્રથમ જોઈએ તો ઇંગોરિયા યુદ્ધનું આ નામ છે જે સાવર અને કુંડલા વચ્ચે દિવાળીના દિવસે ઇંગોરિયાના ફટાકડા દ્વારા યોજાઈછે યુદ્ધ. જેને ઈંગોરીયા ની લડાઈ પણ કહેવા માં આવે છે.
સાવરકુંડલામાં રહેતા સ્થાનિક લોકો દ્વારા ખૂબ મહેનત કરી અને યુવાઓ દ્વારા કોકડાની તૈયારીઓ કરવામાં આવી છે કોકડાની અંદર દારૂખાનું ભરી અને કોકડા તૈયાર કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આગામી 24 તારીખના રોજ દિવાળીને લઈને આ કોકડા તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે યુવાનોમાં આ એક કોટડા ની રમત જે ઈગોરીયા યુદ્ધની રમતમાં અનેક ઉત્સાહ જોવા મળી રહ્યો છે સાવરકુંડલા શહેરમાંજીતુભાઈ રુપાવટીયા પ્રકાશ ભાઈ રુપાવટીયા અજય ભાઈ ટાંક બ્રિજેશ ભાઈ ગરનાળા ધર્મેશ ભાઈ જાદવ મિલન ભાઈ રુપારેલીયા સહિતના વ્યક્તિઓ દ્વારા કોકડા તૈયાર કરવાની કામગીરી હાલ શરૂ કરવામાં આવી છે અને દિવાળીના દિવસે આ કોકડા દ્વારા રમાશે ઇંગોરિયા નું યુદ્ધ.