પીડિત મહિલા, બાળકી અને તરૂણીને બંધારણીય અને કાનૂની અધિકારના રક્ષણ માટે આયોગ કાર્યરત
આયોગની દર ત્રણ મહીને મળતી બેઠકમાં મહિલાઓને ન્યાય અપાવવા પોલીસ તપાસની વિગતો મેળવવી, સોગંદ ઉપર પુરાવા મેળવવા અને દસ્તાવેજ કબ્જે કરવાની વિશેષ સત્તા
અબળાને સબળ બનાવવા માટે રાજય સરકાર દ્વારા મહિલા આયોગની રચના કરી નારીને વિશેષ શક્તિ પ્રદાન કરવામાં આવી છે. રાજયની પિડિત મહિલા, બાળકી અને તરૂણીને બંધારણીય અને કાનૂની અધિકારના રક્ષણ માટે કાર્યરત આયોગના સભ્યને રાજય સરકારના સેવક ગણવામાં આવ્યા છે. આયોગના સભ્ય દ્વારા પોલીસ તપાસની માહિતી મેળવવી, સાક્ષીના નિવેદન નોંધવા, સોગંદ પર પુરાવવા મેળવવા તેમજ સલામતિના અમલીકરણ માટે ભલામણ કરવા સહિતની વિવિધ મુદે પિડિત મહિલાની વહારે આવી ન્યાય અપવવાની મહત્વની ભૂમિકા રહી છે.
મહિલાઓના આર્થિક અને સામાજિક ઉથાન માટે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૯૦માં મહિલા આયોગની રચના કરી હતી જેને રાજય સરકાર દ્વારા અનુસરી ૨૦૦૨માં મહિલા આયોગની રચના કરી છે. જેમાં પિડીત મહિલાઓને અન્યાય થતો હોય ત્યારે બંધારણીય અધિકાર અને કાનૂની અધિકાર માટે મહિલા આયોગ ન્યાય અપાવે છે.
મહિલા આયોગ ભારતના કાયદા મુજબ મહિલાના રક્ષણ અને સલામતિ માટે કરવામાં જોગવાય પ્રમાણે ન્યાય મળે છે કે કેમ તે અંગે દેખરેક રાખે છે., મહિલાઓની સ્થિતી સુધારવા અસરકારક પગલા લેવા માટે રાજય સરકારને જરૂરી ભલામણ કરે છે. કાયદાની છટબારીનો આરોપી લાભ ન લે તે માટે કાયદાકીય સહાય મળી રહે તે માટે કાર્ય કરે છે.
મહિલા સંબંધી કાયદાનો ભંગ થતો હોય ત્યારે મહિલા આયોગ કેસને પોતાના હસ્તક કરી અસરગ્રસ્ત મહિલાને ન્યાય અપાવવા માટે ખુબજ ઉપયોગી બની જવાબદારનો કાન આમળે છે.
બંધારણમાં આપેલા મહિલાઓના વિશેષ અધિકારથી વંચિત ન રહે તે પિડિત મહિલાને રક્ષણ પુરૂ પાડી, મહિલાના વિકાસનો ઉદેશ સિધ્ધ થાય, તેણીની મુશ્કેલી ઘટાડવી, મહિલાઓ પ્રત્યે ભેદભાવ, તમામ ક્ષેત્રમાં મહિલાઓને યોગ્ય પ્રતિનિધિત્વ મળે, ગૃહ નિમાણ, ગૃહ નિમાણ સાથે પાયાની સેવાઓમાં ખામી અથવા અપુરતી સેવાથી મહિલાના વિકાસને અવરોધ થતો હોય ત્યારે અને અત્યાચાર થાય ત્યારે મહિલા આયોગને આપવામાં આવેલી વિશેષ સત્તાનો ઉપયોગ કરી લાગતા વળગતા તંત્રને હુકમ પણ કરી શકે છે.
મહિલાઓને સમાજમાં વધુ હકારાત્મક ભૂમિકા અને સમતોલ જળવાય રહે તે માટે મહિલાઓને પ્રોત્સાહીત કરવા માટે જરૂરી ફંડની જોગવાય કરવા સહિતનું કાર્ય મહિલા આયોગના શિરે રહ્યું છે. ત્યારે મહિલા આયોગને સરકાર દ્વારા કેટલીક વિશેષ સતા આપવામાં આવી છે.
કોઇ પણ સાક્ષીને બોલાવી તેનું જરૂરી નિવેદન લેવાની, કોઇ પણ દસ્તાવેજ શોધવા અને તેને કેસમાં પુરાવા તરીકે રજુ કરવા, સોગંદનામાં પર પુરાવા મેળવવા, કોઇ પણ સરકારી કચેરીમાંથી રેકર્ડ અથવા તેની નકલ મેળવવાની અને સાક્ષીઓને તપાસ કરવા માટે જરૂરી નોટિસ કાઢવાની સતા આપવામાં આવી છે.
કોર્ટમાં કોઇ કેસ ચાલતો હોય તે બાબતે આયોગને તેના કામમાં સંઘર્ષ ન થાય તે માટે આયોગ જયુડીશરીમાં પોતાની સત્તાનો ઉપયોગ કરી શકતું નથી. પરંતુ મહિલા આયોગ ખરા અર્થમાં પિડિત મહિલાઓને ન્યાય અપાવવા મહત્વનું કામ કરી રહ્યું છે.
મહિલા આયોગના પૂર્વ સભ્ય મહેશ્વરીબેને બાળકીને કેવી રીતે કરી મદદ?
રાજકોટના મહિલા એડવોકેટ મહેશ્ર્વરીબેન ચૌહાણ રાજયના મહિલા આયોગમાં ત્રણ વર્ષ સુધી સેવા આપી અનેક પિડિત મહિલાઓને વહારે આવી કાનૂની માર્ગ દર્શન પુરૂ પાડયું છે. તેઓના કાર્યકાળ દરમિયાન અમદાવાદના એસ.જી.હાઇ-વે પર નવી બંધાતી બિલ્ડીંગમાં કામ કરતી બાળકી ઘવાતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી ત્યારે તેણીની મદદ માટે પહોચી જરૂરી કાયદાકીય માર્ગ દર્શન આપ્યું હતુ તેમજ કંઇ રીતે પરિવારને આર્થિક સહાય મળી રહે તે અંગેની કાયદાકીય જોગવાયની સમજ આપી તબીબોને પણ બાળકીની સારવારમાં પુરતુ ધ્યાન આપવા, પોલીસને યોગ્ય તપાસ માટે જ્યારે સરકારી વકીલ દ્વારા બાળકીને ન્યાય મળી રહે તેની તકેદારી રાખવા ભલામણ કરી હતી.
મહિલા આયોગમાં અઘ્યક્ષ સહિત ૧૩ સભ્યની કમિટી
મહિલાઓના ઉત્કર્ષ અને ન્યાય માટે ૨૦૦૨માં રાજય સરકાર દ્વારા કાર્યરત થયેલા મહિલા આયોગની રચના કરી તેમાં અધ્યક્ષ તરીકે સામાજીક કાર્ય કરતી મહિલાની સરકાર દ્વારા નિમણુંક આપવામાં આવે છે. તેમની મદદ માટે એક સભ્ય મહિલા એડવોકેટ, એક સભ્ય અનુસુચિત જાતીના મહિલા આગેવાન ચાર સભ્યની નિમણુંક થાય છે જ્યારે મહિલા આયોગમાં રાજયના પોલીસ વડા, મહિલા અને બાળ વિકાસના સચિવ, નાણા વિભાગના સચિવ, કાયદા વિભાગના સચિવ, આરોગ્ય વિભાગના સચિવ, પ્રાથમિક શિક્ષણ વિભાગના સચિવ, શ્રમઆયુકત સચિવ તેમના હોદાનીરૂએ મહિલા આયોગના સભ્ય બને છે. મહિલા આયોગની દર ત્રણ મહીને મિટીંગ મળે છે.