પરપ્રાંતીય મજૂરોથી માંડી રો-મટીરીયલ્સની સ્થિતીને લઇ ઉદ્યોગકારો ચિંતાતુર

સમગ્ર દેશમાં જ્યારે લોક ડાઉન અમલી બનાવાયું છે ત્યારે તેનું પાલન પણ ચુસ્તપણે થાય તેવી ઈચ્છા સરકાર થી માંડી તંત્ર સુધીની છે પરંતુ લોક ડાઉનના કારણે દેશની સવા સો કરોડ પ્રજા આર્થિક સંકળામણ ન અનુભવે તેવા આશયથી અગાઉ રાજ્ય સરકાર દ્વારા ખેતીપ્રધાન દેશમાં એપીએમસી શરૂ કરવા છૂટછાટ આપવામાં આવી હતી. ત્યારબાદ દેશના અર્થતંત્રમાં ઔદ્યોગિક એકમોનો મહત્વપૂર્ણ ભાગ હોય છે જેના કારણે ઉદ્યોગોને આર્થિક મારનો સામનો ન કરવો પડે તે પણ અતિ આવશ્યક છે ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ઉદ્યોગોને પણ આંશિક રાહત આપી ઔદ્યોગિક એકમો કાર્યરત કરવા છૂટછાટ આપવામાં આવી છે. જ્યારે ઉદ્યોગોને ગુજરાતમાં આંશિક છુટછાટ આપવામાં આવી છે ત્યારે તેમાં સૌરાષ્ટ્રની વાત કરવી ખૂબ મહત્વપૂર્ણ છે અને વાત જ્યારે સૌરાષ્ટ્રની થતી હોય તેવામાં સૌરાષ્ટ્રના પાટનગર સમાન અને ઔદ્યોગિક એકમોનું હબ ગણાતા રાજકોટના ઔદ્યોગિક એકમોનો ચિતાર આપતો અહેવાલ અબતક મીડિયા દ્વારા કરવામાં આવ્યો છે.

હાલ રાજકોટ ખાતે મુખ્યત્વે લોધિકા જીઆઇડીસી, આજી જીઆઇડીસી, શાપર વેરાવળ જીઆઇડીસી અને ટૂંક સમયમાં ઔદ્યોગિક એકમોનું હબ બની રહેલું લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન નો સમાવેશ થાય છે. હાલ અહીં અમે લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોનની વાસ્તવિક પરિસ્થિતિનો ચિતાર આપતો અહેવાલ રજૂ કરાઈ રહ્યો છે. આ ઔદ્યોગિક ઝોન ખાતે હાલ ૮૦૦ થી વધુ વિવિધ ક્ષેત્રના નાના મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે. રાજ્ય સરકારની આંશિક છૂટછાટ બાદ અહીં ઔદ્યોગિક એકમો શરૂ કરવા વહીવટી તંત્રની મંજૂરી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેના માધ્યમથી મંજૂરી મેળવી આશરે ૭૦ % એકમો કાર્યાન્વિત થઈ ચુક્યા છે.

લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ ઝોન નો સમાવેશ થાય છે. હાલ અહીં લોઠડા, પડવલા અને પીપલાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ઓફિસ ખાતે ઉદ્યોગ સાહસિકો માટે સુદ્રઢ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેમાં સોશ્યલ ડિસ્ટન્સ જાળવી તમામ ઉદ્યોગકારો ના ફોર્મ ભરવાની સાથે ફોર્મ સ્વીકારી વહીવટી તંત્ર સાથે સંકલન કરી ઉદ્યોગ સાહસિકોને એકમ કાર્યાન્વિત કરવા મંજૂરી અપાવવવામાં આવે છે. ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની જો વાત કરવામાં આવે તો એસોસિએશનનું રજિસ્ટ્રેશન ગત ૮ મહિના પહેલા જ કરવામાં આવ્યું છે જેમાં લોક ડાઉન સુધીમાં ૨૧૮ એકમોએ મેમ્બરશીપ લીધી હતી પરંતુ લોક ડાઉન બાદ એક સાથે વધુ ૧૬૦ એકમોએ નોંધણી કરાવી છે. જે એકમોએ નોંધણી કરાવી નથી તેઓ પણ કોઈ હાલાકી ન ભોગવે તે હેતુસર તેમની પણ મંજૂરી થી માંડી અનેકવિધ વ્યવસ્થા એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.

ઔદ્યોગિક એકમોની સાથે સપ્લાયરોની સ્થિતિ પણ કફોડી બની: વિજયભાઇ મુંગપરા

vlcsnap 2020 04 28 11h46m33s647

ટેકટ્રોનિકસ એન્જીનીયરના માલિક વિજયભાઇ મુંગપરાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે કોઇપણ વ્યવસાય ધંધો એક વાર થોભી જાય ત્યારે ફરીવાર શરુ થતા તેની સામે ઘણા પડકારો ઉભા થાય છે અમારી ઇન્ડસ્ટ્રીમાં હાલ બધુ જ બંધ છે ત્યારે અમાર પ્રોડકશનનો માલ નિકાસ પણ કરવોએ મોટો પ્રશ્ર્ન છે. લોકડાઉન પહેલા ઘણી સારી સ્થીતી હતી લોકડાઉન બાદ ઘણા ખરા પ્રશ્ર્નો ઉભવ્યા છે. ત્યારે તંત્ર પાસેથી પણ આશા છે કે જી.એસ.ટી. માં રાહત કર્મચારીઓની કેરીયરમાં રાહત કરી આપે તેવા સહયોગની અપીલ કરી છે, હાલ ફેકટરીમાં જેટલું રો-મટીરીયલ છે તેનાથી કામ ચલાવી છે. ત્યારબાદ અમારા સપ્લાયરની કેવી સ્થીતી છે. તેના પર આધાર રહે છે. નિકાસ માટે પરીવહન ખુબ મહત્વની કડી છે ત્યારે ટ્રાસપોટેશન જલ્દી શરુ થાય તેવી આશા છે. હાલ અમારા પરપ્રાંતિય મજુરો અમારી ફેકટરીમાં જ છે. બદલે એનો કોઇ પ્રશ્ર્ન નથી. તેમજ બેંક દ્વારા જે ત્રણ મહિનાનું એકટેશન કરી આપ્યું છે.

સ્ટોકની વાત કરું તો કાચા માલમાં ઘણી એસ્મબલી ખુટતી હોય છે હાલ અમુક વસ્તુઓથી કામ શ‚ કરવામાં આવ્યું છે. અમારી કંપની મુખ્ય કામ કારા એલીવેટર અને સ્કેલેટરના મશીન બનાવે છે જે લીફટમાં ઉપયોગ થતા હોય છે. હાલ ધંધાની સ્થીતી સંપૂર્ણ પણે શરુ થઇ નથી. રાજય બહારનું પણ અમારું કામ હજુ બંધ છે. તેમજ થોડું ઘણું સ્ટોક મેઇન્ટેશન કરીને લોકડાઉનમાં ધંધો શરુ કર્યુ છે.

ઔદ્યોગિક એકમોને રો-મટીરીયલ્સની પરિસ્થિતિ સતાવી રહી છે: સંદિપ આંબલીયા

vlcsnap 2020 04 28 11h45m58s208

શીવ મેન્યુફેકચરના માલીક સંદીપભાઇએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલાની સ્થિતિ ખુબ સારી હતી. માર્કેટમાં ધંધો બરોબર ચાલતો હતો પણ લોકડાઉન બાદ ઘણી હાલાકી ભોગવી પડી રહી છે. લોઠડા ઇન્ડસ્ટ્રી એસો. દ્વારા લોઠડાની તમામ ઇન્ડસ્ટ્રીને છુટ મળી છે. પરંતુ રો-મટીરીયલ્સની સમસ્યા ઉદભવી છે. હાલ એક સપના સુધી ચાલે તેટલું રો-મટીરીયલ્સ છે અમારી પાસે તેમજ ટુલ્સ ને હજુ મજુરી મળી નથી ત્યારે બધી ઇન્ડસ્ટ્રી ટુલ્સને આધીન ચાલતી હોય છે. સંપૂર્ણ વ્યવસાય શ‚ થયા બાદ મોટો પ્રશ્ર્ન પેમેન્ટનો છે. તેમજ પરપ્રાંતિય  મજુરોને પણ ખુબ મોટી સમસ્યા છે. તેમને કઇ રીતે કામ પર પરત લાવવા એ પણ મુંઝવણ જેવું છે. તંત્ર પાસેથી વ્યવસાય વેરા જી.એસ.ટી. વિજળીના બીલમાં શકય તેટલી રાહત મળે તેવો સહયોગ જ‚રી છે. હાલ વ્યવસાય સંપૂર્ણ શ‚ નથી ત્યારે બેંક પાસેથી પણ સહયોગ મળી રહે તેવી આશા છે.

ઔદ્યોગિક વસાહતમાં માણસોની અવર જવરનો પ્રશ્ર્ન ચિંતામય: ભરતભાઇ સરધારા

vlcsnap 2020 04 28 11h47m12s180

અંજુન એન્જીનીયરીંગ વર્કસના માલિક ભરતભાઇ સરધારાએ અબતક સાથેની મુલાકાતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન પહેલા એટલી બધી તકલીફ ન હતી પણ લોકડાઉન બાદ ઘણા પ્રશ્ર્નો ઉદભવ્યા છે. ત્યારે લોકડાઉનમાં સરકાર તેમજ ઇન્ડસ્ટ્રીઝ એસો. દ્વારા ફરીથી ધંધા શરુ કરવાની છૂટ તો મળી ગઇ છે  પરંતુ માણસોને અવર જવર નો પ્રશ્ર્ન અને પરપ્રાંતિય મજુરોનો પ્રશ્ર્ન હાલ સમસ્યારૂપ છે. તેમજ ૩૦ ટકા જેટલી ઇન્ડસ્ટ્રી શરુ થઇ ગઇ છે. મંજુરી મળ્યા બાદ અમારા કારખાનામાં કોરોના સામેની સાવચેતીઓની તકેદારીને ઘ્યાનમાં રાખીને સોશ્યીલ ડીસ્ટન, માસ્ક પહેરવું ફરજીયાત, સીનીરાઇઝર કરાવામાં આવે છે. બેંક પાસેથી ત્રણ મહિના કરતા હજુ વધારે સહાયની જરુર છે. લોકડાઉન પહેલા પણ સ્થીતી સામાન્ય હતી અને કારખાનામાં સ્ટોક પૂરતો હતો તેમજ રો-મટીરીયલની વાત કરું તો જેટલું હાજરમાં છે તેનાથી હાલ કામગીરી શરુ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.