૨૪થી ૩૦ જુલાઇ દરમિયાન થનાર આંદોલનમાં જિલ્લા, તાલુકા મથકો જોડાશે
ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ, ગાંધીનગર દ્વારા ઔદ્યોગિક વિવાદ ધારા ૧૯૪૭મા સુધારો કરી તાજેતરમાં જે ઓડીનન્સ ગવર્નર મારફત બહાર પાડવામાં આવ્યો છે. જેમાં છટણી અને કલોઝર માટે અત્યાર સુધી જે ૧૦૦ કામદારોની સંખ્યા હતી તેમા વધારો કરી ૩૦૦ સુધી વધારવામા આવેલ છે. તેનો ભારતીય મઝદુર સંઘે સખ્ત વિરોધ કરેલ છે. શ્રમ અને રોજગાર વિભાગનુ આ પગલુ માલીકોને મદદરૂપ અને કામદારોને નુકશાનકારક છે. અત્યારે પણ રાજય સરકાર છેલ્લા ૫ મહિનામા કોરોનાગ્રસ્ત પરિસ્થિતિ દરમ્યાન પણ શ્રમ કાયદાના નિયમોમા સુધારો કર્યા છે. તેનો પણ ભારતીય મઝદુર સંઘે વિરોધ કરેલ છે.
ભારતીય મઝદુર સંઘના અગ્રણીઓએ વધુમા જણાવ્યુ છે કે ગુજરાત સરકારે અત્યારે આ સુધારો કરવાની કોઇ જરૂરીયાત નથી. ઇન્ડસ્ટ્રીયલ રીલેશન્સ બીલ અત્યારે પાર્લામેન્ટ સમક્ષ પેન્ડીંગ છે અને તેની ચર્ચા માટે બીલ આવવાનુ બાકી છે. તેમા પણ ૩૦૦ની જોગવાઇ કરવામા આવેલ છે. ગુજરાતમા છેલ્લા ૧૦ વર્ષથી માહિતી મજુર કમિશ્ર્નર અમદાવાદ, પાસેથી મેળવેલ મુજબ છટણી અને કલોઝરની પરવાનગી ન ગણીય જેવી છે. તેથી પણ આ કાયદો કરવાની કોઇ આવશ્યકતા નથી. ગુજરાત સરકારે અગાઉ પણ પાંચ કાયદામા આમ કરેલ અને આ ઓર્ડીનન્સ વખતે પણ આઇ.એલ.ઓની ગાઇડલાઇન મુજબ ત્રી-પક્ષીય ચર્ચા કરીને પક્ષકારોએ નિર્ણય કરવો જોઇએ. કામદારો તથા યુનિયનોમાં રાજય સરકારના એક તરફી નિર્ણયથી ભયંકર અસંતોષ પેદા થયેલ છે.
હાલમાં ભારતીય મઝદુર સંઘ કેન્દ્રીય કારોબારીની મીટીંગમા થયેલ નિર્ણયો મુજબ તા.૨૩ જુલાઇ ભારતીય મઝદુર સંઘના સ્થાપના દિવસથી સમગ્ર રાજય અને દેશમા જે તે ઉદ્યોગોને લગતી માંગણીઓ તથા ઉપરોકત નિર્ણયોના વિરોધમા કાર્યક્રમો યોજવાના છે. અને તમામ મહાસંઘો મારફતે પણ તા.૨૪ જૂલાઇથી તા.૩૦ જુલાઇ સુધી તમામ જીલ્લા મથકો, તાલુકા મથકો શ્રમ કાયદાઓનો સખત વિરોધ અને આંદોલન કરવામા આવનાર છે.
આ સાથે વાલજીભાઇ ચાવડા તથા અરવિંદભાઇ પરમારએ આ ઓડીનન્સ તાત્કાલીક પાછો ખેંચવા અથવા સ્થગીત કરવા માંગ કરી ધારાસભામા બીલ તરીકે ન મુકવો જોઇએ તેવી પણ માંગણી કરી છે. ભારતીય મઝદુર સંઘના તમામ જીલ્લા મંત્રીઓ આ ઓર્ડીનન્સ પાછો ખેંચવા આંદોલનનો કાર્યક્રમ અને માંગણી કરશે. તેવુ યાદીમાં જણાવ્યું છે.