ભારતીય પર્યટકો ડિજિટલ સાધનોનો ઉપયોગ કરવામાં પ્રથમ તો ચીન અને ઇન્ડોનેશિયા બીજા અને ત્રીજા ક્રમે
હરવા ફરવામાં ભારતીયોને તોલે કોઇ ન આવે ગમે તેટલી મંદી કે ટેન્શન કેમ ન હોય પર્યટકોને તેની અરસ થતી નથી તેમાં પણ હવે તો ઓનલાઇન માહીતી આંગણીના ટેરવે તેમને મળી રહે છે. એક સર્વે પ્રમાણે વિશ્ર્વભરના પર્યટકોમાંથી ભારતના પર્યટકો ડીજીટલ ક્ષેત્રે સૌથી વધુ એડવાન્સ પુરવાર થઇ ટોચે પહોચ્યા છે. ટ્રાવેલપોર્ટ નામની ટ્રાવેલ કોમર્સ કંપનીએ આ રિપોર્ટ બનાવ્યો છે. વર્ષ ૨૦૧૭માં ભારતીય પર્યટકોમાં ડિજીટલઝેશનનો ક્રેઝ વઘ્યો છે. જેમાં ભારત પહેલા ચીન બીજા તો ઇન્ડોનેશિયા ત્રીજા સ્થળે છે. કારણ કે ભારતના ૮૨ ટકા પર્યટકો માને છે કે ઇ ટીકીટ ખુબજ સરળ છે. અને મુસાફરીને આરામદાયક બનાવે છે. જેમાં વાઇફાઇ માટે ઉઘરાણી કરતી હોટેલોને નકારવામાં ૬૬ ટકા લોકો સહમતિ દર્શાવે છે. તો ૮૩ ટકા લોકો પરીવાર અથવા મિત્રો સાથે ફરવું પસંદ કરે છે.ટ્રાવેલપોર્ટના પ્રેસિડેન્ટ રાબિહ સાબે જણાવ્યું હતું કે આ સહયોગને જાળવી રાખવા માટે હજુ સુવિધા વધારવાની જરુર છે. તેમજ હોસ્૫િટાલીટી ઇન્ડસ્ટ્રીમાં વિશ્ર્વભરમ)ં બમણો વધારો કરવાની આવશ્યકતા છે.