ભારત અને ઈગ્લેન્ડ વચ્ચે ટેસ્ટે શ્રેણી ચાલી રહી છે ભારતે ઈગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાં વિક્રમી વિજય મેળવી દાખલો બેસાડયો છે. ત્યારે ઈગ્લેન્ડના પ્રવાસ દરમ્યાન જ ટી.૨૦ ટુર્નામેન્ટ પણ રમાવાની છે. જેના અનુસંધાને આજે ભારતની ટીમની જાહેરાત કરવામાં આવી છે.ઈગ્લેન્ડની ટીમ અમદાવાદના સ્ટેડિયમ ખાતે પાંચ મેચ રમાનાર છે. અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ મોટેરા ખાતે પેટીએમ ટી. ૨૦ સીરીઝના પાંચ મેચ ઈગ્લેન્ડની ટી રમવાની છે.તા.૧૨ માર્ચ, ૧૪ માર્ચ, ૧૬ માર્ચ, ૧૮ માર્ચ અને ૨૦ માર્ચનાં રોજ આ મેચ રમાશે.ઈગ્લેન્ડ સામેના પાંચ મેચ માટેની ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ઓલ ઈન્ડિયા સીનીયર સીલેકશન કમીટીએ જે ટીમની પસંદગી કરી છે તેમાં વિરાટ કોહલી કેપ્ટન, રોહિત શર્મા વા.કેપ્ટન, કે.એલ. રાહુલ, શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ,હાર્દિક પંડયા, રીષભ પંત વિકેટકીપર, ઈશાન કિશન વિકેટકીપર, યદુવેન્દ્ર ચહર, વરૂણ ચક્રવર્તી, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રાહુલ તિવેટીયા, ટી. નટરાજન, ભુવનેશ્ર્વરકુમાર, દીપક ચહર, નવદીપ સૈની, સાર્દુલ ઠાકુર છે.
Trending
- મોન્ટેસોરી પદ્ધતિ માત્ર શિક્ષણ પદ્ધતિ નથી, જીવનની એક ફિલોસોફી પણ છે
- Apple હવે તમારા ઘરને પણ બનાવશે સ્માર્ટ…
- યુપીના પીલીભીતમાં 3 ખાલીસ્તાની આતંકવાદીઓને ફૂંકી મરાયા
- Sabarkantha Crime : વ્યાજખોરો બેફામ… માનવતાને શર્મસાર કરતો કિસ્સો!
- સિગારેટ પાન મસાલા સહિતની જીએસટી ચોરી પકડવા માટે “ટ્રેક ટ્રેસ” પદ્ધતિ અપનાવી
- પત્નીના સગા-વ્હાલા પતિના ઘરે વધુ સમય રહે તો ત્રાસદાયક ગણાય: હાઇકોર્ટ
- Bharat Dal Yojana : સબસીડીવાળી સસ્તી ભારત દાળ હવે ઓનલાઈન ઉપલબ્ધ થશે
- Year End 2024: આ વર્ષે લોન્ચ થયેલા ઇન્ટરેસ્ટિંગ બાઈક્સ વિશે જાણો છો…?