ઈન્ટરનેટને લઈને રીટેલ ઉદ્યોગને સારો પ્રતિસાદ
હાલ લોકો લકઝુરીયસ લાઈફ સ્ટાઈલ અપનાવતા થયા છે. તેમની પસંદગી પણ સુધરી રહી છે. જેના પગલે ભારતનાં રીટેલ ઉદ્યોગમાં તીવ્ર વધારો થઈ રહ્યો છે. તેથી ઉદ્યોગપતિઓ તેમજ દુકાનદારો પણ ખુશ છે. વર્ષ ૨૦૨૧ સુધીમાં તેનો આંકડો ‚ા.૮૫ લાખ કરોડે પહોંચશે જે બમણું છે. જેનો તારણ ગ્રાહકોની ખરીદ શક્તિ પરથી કાઢી શકાય તેવું ફિસ્સી અને ડિલોઈટીના રિપોર્ટનું માનવું છે.
કારણ કે, હાલ લોકો લાઈફ સ્ટાઈલથી લઈને ફુડ અને સ્વાસ્થ્યની જાળવણી કરતા થયા છે. તો મધ્યમ વર્ગ પણ બ્રાન્ડેડ પ્રોડકટસ વાપરતા થયા છે.
જેથી એફએમસજી ક્ષેત્રોની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. ક્ધઝયુમર રીટેઈલ ઈન્ડસ્ટ્રી હાલ રૂ.૪૫ લાખ કરોડના આંકડામાં ફેલાયેલી છે. જે ભવિષ્યમાં ૨૦૧૬ થી ૨૦૨૧ સુધીમાં ૧૦ ટકા વધવાની શકયતાઓ છે. એક રીતે જોવામાં આવે તો હાલ એડવર્ટાઈઝીંગ અને બ્રાન્ડીંગ પણ વધી રહ્યું છે. લોકો તેવી વસ્તુઓ ખરીદવા પાછળ પ્રેરીત થઈ રહ્યાં છે જે સેલિબ્રિટી દ્વારા વાપરવામાં આવતી હોય તેથી બ્રાન્ડીંગની પણ ગ્રાહકોમાં અસર પડે છે. એક રીસર્ચ પ્રમાણે ઈન્ટરનેટથી પણ રીટેઈલીંગ બિઝનેસમાં ફાયદો થયો છે.
ડીજીટાઈઝેશનને અપનાવી લોકોની વિચારધારા બદલી રહી છે તો સ્માર્ટ ફોન, સોશિયલ મીડિયા અને એપ્લીકેશનમાં પણ બ્રાન્ડીંગ કરવામાં આવે છે. જેની સીધી અસર રીટેઈલ માર્કેટ પર સકારાત્મક રીતે થઈ રહી છે. તેથી ઓફલાઈન તેમજ ઓનલાઈન બન્ને વેપારોમાં વધારો થયો છે. તો સરકાર પણ ડિજીટાઈઝેશનને કંકુ ચોખા વડે પોખી રહી છે.