આગામી ૬ મહિનામાં ઓરિજનલ ન્યુઝ ક્નટેઈન્ટ માટે પબ્લિશરને નાણા ચૂકવવા તૈયારી કરતું ફેસબૂક
ફેસબુક ન્યુઝ પ્લેટફોર્મ મારફતે હવે ફેસબુક ભારતીય સમાચાર જગતને વળતર આપશે. ઓરિજનલ ન્યુઝ ક્ધટેઈન્ટ હોય ત્યારે ફેસબુક પબ્લિશરને નાણા ચૂકવશે. આગામી ૬ મહિનામાં ફેસબુક ભારતમાં ન્યુઝ ક્ધટેઈન્ટ માટે વળતર ચૂકવવાનું શરૂ કરશે.
અમેરિકામાં ફેસબુક ન્યૂઝ બદલ ગત વર્ષથી જ વળતર ચૂકવાઈ રહ્યું છે. હવે ભારત ઉપરાંત યુકે, જર્મની, ફ્રાન્સ અને બ્રાઝીલમાં પણ ઓરિજનલ ન્યુઝ ક્ધટેઈન્ટ બદલ નાણા ચૂકવણી કરવામાં આવશે. વર્તમાન સમયે ભારતમાં ફેસબુક ન્યુઝ ભાગીદારની તલાસ કરી રહ્યું છે. ફેસબુક ન્યુઝ પ્લેટફોર્મ પર આવતું ૯૫ ટકા ટ્રાફિક પબ્લિશરના કારણે હોય છે. હાલ ફેસબુક સીવાય ઘણા એવા પ્લેટફોર્મ છે જ્યાં ન્યુઝ માટે પબ્લિશરને નાણા ચૂકવવામાં આવે છે. અત્યાર સુધી ફેસબુકમાં વિનામુલ્યે જ ન્યુઝ ક્ધટેઈન્ટનો ઉપયોગ થઈ રહ્યો હતો. પરંતુ હવે સમય બદલાશે. ફેસબુકના કારણે આગામી સમયમાં ન્યૂઝ ઈન્ડસ્ટ્રીમાં વૈશ્ર્વિક મુડી રોકાણ પણ આવે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, ફેસબુકે ગત વર્ષે જ અમેરિકામાં ન્યૂઝ ક્ધટેઈન્ટ બદલ પબ્લિશરને નાણા ચૂકવવાનું શરૂ કર્યું હતું. હવે ભારતમાં પણ ચૂકવણા થશે. માત્ર નાણા જ નહીં પરંતુ ન્યુઝ ક્ધટેઈન્ટને કોપી કરી અન્ય એકાઉન્ટમાં પ્રકાશિત કરવા મુદ્દે પણ ફેસબુકની રોક આવશે તેવું ફલીત થાય છે.