વૃદ્ધાશ્રમોના વડિલોને ભરપેટ સ્વાદિષ્ટ ભોજન કરાવાયું ધારાસભ્ય સહિતનાં સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિ.
જુનાગઢ ગઈકાલે ભાદરવી અમાસ નિમિતે દામોદર કુંડ ખાતે લાખો ભાવિકોની મેદનીએ પિતૃ તર્પણ કર્યું હતું પરંતુ જુનાગઢ ઈન્ડિયન લાયન્સ કલબ દ્વારા આજના વર્તમાન સમયમાં વધતા જતા વૃદ્ધાશ્રમોની ચિંતા કરવાની સાથે જુનાગઢના વૃદ્ધ નિકેતન ખાતે વૃદ્ધોને ભરપેટ સ્વાદિષ્ટ ભોજન પીરસ્યા હતા અને આ રીતે જીવતા જાગતા પિતૃઓને તૃપ્ત કરી અનોખી રીતે ભાદરવી અમાસ ઉજવી સમાજને નવી રાહ ચીંધી હતી.
આ અંગે વધુ વિગત અનુસાર ગઈકાલે પિતૃ તર્પણનો દિવસ હોય ઈન્ડિયન લાયન્સ કલબ જુનાગઢ દ્વારા વૃદ્ધ નિકેતનમાં વડિલો તથા બ્રહ્મ ભોજનનો કાર્યક્રમ રાખેલો હતો આ કાર્યક્રમમાં ઈન્ડિયન લાયન્સ કલબ જુનાગઢ ગીરનારના પ્રમુખ ધીરજકુમાર રામાણી સેક્રેટરી ડો.ભાવેશ ભાખર, ઉપપ્રમુખ ભદ્રાબેન વૈષ્નવ, જો.સેક્રેટરી મીતાબેન લીલા, ખજાનચી ધવલભાઈ અઘેરા તેમજ સંસ્થાના સભ્યો હાજર રહ્યા હતા.
આ તકે મહિલા આયોગના ઉપાધ્યક્ષ જયોતીબેન વાછાણી, કોર્પોરેટર ચંદ્રિકાબેન રાખસીયા, જુનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોષી, જુનાગઢ શહેર કોંગ્રેસ પ્રમુખ વિનુભાઈ અમીપરા તેમજ વૃદ્ધ નિકેતન સંસ્થાના ૩૦ વડિલો અને ૨૫ બ્રાહ્મણ પરીવાર સાથે પિતૃ અમાસના ભોજન-કાર્યક્રમ યોજાયો હતો.