ગરુડ કમાન્ડો સહિત ૪૫ જવાનો લઈ વાયુદળનું સુપર હર્કયુલસ ઈઝરાયલ પહોંચ્યું

ઈઝરાયલમાં ઈતિહાસમાં સૌપ્રથમવાર ભારતીય સૈન્ય યુદ્ધ કવાયતમાં ભાગ લેવા જઈ રહ્યું છે. સૈન્યનું સુપર હર્કયુલસ એરક્રાફટ ૪૫ ભારતીય જવાનો સાથે ઈઝરાયલ પહોંચી ગયું છે. આ કવાયતમાં ગરુડ કમાન્ડો પણ ભાગ લેશે.

ઈઝરાયલમાં ભારતીય સૈન્ય સૌપ્રથમવાર યુદ્ધ અભ્યાસ કરવાનું હોય તમામની નજર આ ક્ષણ પર રહેશે. ભારત ઉપરાંત આ યુદ્ધ કવાયતમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની, ઈટલી, ગ્રીસ અને પોલેન્ડના સૈન્ય પણ જોડાશે. ભારતીય વાયુદળ અને ઈઝરાયલની વાયુદળ જોઈન્ટ કવાયત કરશે.

વડાપ્રધાન મોદીની ઈઝરાયલ મુલાકાત બાદ સંરક્ષણ ક્ષેત્રે ભારતનો સાથ આપવા ઈઝરાયલ વધુ કટીબધ્ધ બન્યું છે. બન્ને દેશો વચ્ચે સૈન્ય સંબંધો મજબૂત બન્યા છે. જેના પરિણામે ભારતીય જવાનો પ્રથમવાર ઈઝરાયલમાં યુદ્ધ અભ્યાસ કરવા પહોંચ્યા છે. આજથી આ યુદ્ધ અભ્યાસ શરૂ થશે. તમામ દેશોને એકબીજાની ખાસીયતનો લાભ મળશે અને પરચો થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.