ચીનના સામ્રાજ્યવાદ સામે ભારતીય સેનાનો વળતો પ્રહાર: ટૂંકાગાળામાં જ ૬ ટૂંક કબજે કરીને ડ્રેગનને ભારતનો જડબાતોડ જવાબ

ભારતીય સેનાએ છેલ્લા ૩ અઠવાડિયામાં લાઈન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ (એલએસી) પર ચીનના આક્રમણખોર મોરચાને લોઢાના ચણા ચાવવા મજબૂર કરી દીધા હોય તેમ ૬ ટૂંક ઉપરથી ચીન સૈન્યને ખદેડી દઈને પુન: કબજો કરી લીધો હતો. ચીન સૈન્ય સાથે પૂર્વના લદ્દાખ ક્ષેત્રમાં ચાલતા સંઘર્ષ વચ્ચે ભારતીય સેનાએ ૬ ટૂંકો પર કબજો કરવામાં સફળતા મેળવી છે. ભારતીય સેના ઓગષ્ટ-૨૧ અને સપ્ટેમબરના બીજા અઠવાડિયા સુધી ૬ નવી ટૂંકો પર કબજો કરવામાં સફળ રહી હતી. રજાંગલા, ગુરંગહીલ સહિતના ૬ ટૂંક ઉપર ચોથા નંબરના મોરચે દેખરેખ રાખવામાં ભારતને સફળતા મળી છે. ચીન સેનાના મેલા મનસુબા અને પેંગોગના પૂર્વ કિનારા અને સરોવરના દક્ષિણ ભાગમાં ચીનની હરકતને કાબુમાં લેવા માટે આ કબજે કરાયેલી ટૂંકો મહત્વની સાબીત થશે.

ચીન સેનાનું યુદ્ધ વિરામ ભંગ અને હવામાંથી ગોળીઓના વરસાદ જેવી ઘટનાઓ સામે કબજે કરવામાં આવેલી આ છએય ટૂંકો ખુબ મહત્વની સાબીત થશે. આ વિસ્તારમાં ૩૦૦૦ હજાર જેટલા સૈનિકો તૈનાત કરવામાં આવ્યા છે. બ્રિગેડીયર ઈન્ફન્ટ્રીને આ મોરચો સોંપવામાં આવ્યો છે. સેનાના સુત્રોએ જણાવ્યું હતું કે, બ્લેક ટોપ અને હેલમેઈટોપ એલએસી પર મહત્વની ગણવામાં આવે છે. ભારતીય સેનાના આ કદમ પછી ચીન પોતાની કુમક વધારવા મજબૂર બની છે. ચીન ચેનાના મોડોગીલશનમાં પણ વધારાના સૈનિકો બોલાવ્યા છે. ચીનના ઉપદ્રવ સામે ભારતીય સેના સાબ્દે થઈ ચૂકી છે અને વિવિધ ક્ષેત્રે ચીનને મહાત આપી રહી છે.

ચીનની સતત ઘુસણખોરીની પેરવી સામે ભારતે વળતો જવાબ આપીને છએ છ ટૂંકો પર કબજો કરી લેતા ચીન સમસમી ઉઠ્યું છે. એલએસી પરની આ પરિસ્થિતિ હવે ચીન માટે કપરા ચઢાણ જેવી બની ગઈ છે અને ભારતીય સૈન્યની સ્થિતિ વધુ મજબૂત અને પ્રભાવીત બની રહી છે. ચીનના સેનાએ વારંવાર યુદ્ધ વિરામ ભંગ અને હવામાં ગોળાઓના વરસાદ જેવી ચેસ્ટા કરી પહાડી વિસ્તારમાં મોરચાઓ પર ઉગ્ર વાતાવરણ ઉભુ ુકરીને પાછલા દરવાજેથી ત્રણેક હજાર જેટલા સૈનિકોને આ વિસ્તારમાં તૈનાત કરી દીધા હતા. ભારતીય સેનાને મળેલી બાતમીના પગલે ગુપ્ત અભિયાન હાથ ધરીને બ્લેક ટોપ અને હેલમેઈટોપના એલએસી વિસ્તારના મહત્વના ગણાતા ૬ જેટલા ટૂંકો પર ભારતીય સેનાએ પોતાના પગ મજબૂત કરીને ૩ હજાર સૈનિકોની કુમક સાથે ચીનના સૈનિકોને તમામ ટૂંકો પરથી ખદેડી મુકયા હતા. લાહોલ, સ્પતીના આ વિસ્તારમાં વિસમ પરિસ્થિતિ અને સંજોગોને લઈને ચીને પાછલા બારણેથી ભારતીય પ્રભુત્વવાળા વિસ્તારને કબજે કરવાના કરેલા પ્રયાસોને ભારતીય સેનાએ નાકામ કરીને છએ છ જેટલી ટૂંકો ભારતે પુન: કબજામાં લઈ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.