આધુનિક સાધનોની મદદથી ભારતીય સેનાની બે ટીમે રેશક્યું ઓપરેશન પાર પાડ્યું
રમતી વેળાએ અકસ્માતે બાળકી બોરમાં ખાબકી’તિ
સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે આજ સવારના સમયે 40 ફુટ ઉંડા બોર મા એક બાળકી પડી ગયા હોવાની જાણ મામતદારને, ડિઝાસ્ટર અને આરોગ્ય ટીમને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીનું ઑક્સિજન લેવલ ઓછું થતાં તેને ઑક્સિજન આપવામાં આવ્યો હતો ફ ઘટનાની જાણ ભારતીય સેનાની ટીમે ને કરતા તા બે ટીમને મોકલવામાં આવી હતી અને સેના દ્વારા આધુનિક સાધનોનો ઉપયોગ કરી બાળકીને ગણતરીની મિનિટોમાં જ બોર માંથી બહાર કાઢી રેશ્ક્યું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું.
વિગતો અનુસાર આજ સવારના સમયે સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા તાલુકાના ગાજરણાવાવ ગામ ખાતે અનિરુદ્ધભાઈ અરજણભાઈ ની વાડીએ આવેલા 40 ફુટ ઉંડા બોર મા મનીષા નામની 12 વર્ષીય એક બાળકી બોરમાં રમતી વેલાએ પાડી ગયા હોવાની જાણ મામલતદારને થતા તેઓ દ્વારા ડિઝાસ્ટર અને આરોગ્ય ટીમને જાણ કરવામાં આવી હતી. બનાવની જાણ થતાં જ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બાળકીને તપાસતા તેનું ઓક્સિજન લેવલ ઓછું જણા હતા તેને આરોગ્યની ટીમ દ્વારા ઓક્સિજન આપવામાં આવ્યો હતો. આ બનાવવા અંગેની જાણ ભારતીય સેનાને થતા તેમના દ્વારા બે ટીમને ઘટના સ્થળે મોકલવામાં આવી હતી. અને ભારતીય ટીમ દ્વારા આધુનિક સાધનોની મદદથી બાળકીને ગણતરીની મિનિટોમાં જ 40 ફૂટ ઊંડા બોર માંથી બહાર કાઢવામાં આવી હતી.અને તેને તબિયત તપાસી તેને હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવી હતી.
વિગતો મુજબ બાળકી જ્યારે વાડી વિસ્તારમાં રમી રહી હતી ત્યારે રમતી વેળાએ અકસ્માતે બોરમાં પડી હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. ભારતીય સેનાની સુજબુજ અને આધુનિક સાધનોની મદદથી બાળકીને ગણતરીની મિનિટોમાં જ બોર માંથી સહી સલામત બહાર કાઢવામાં આવી હતી.