દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખુબ તેઝીથી આગળ વધી રહી છે. આ બીજી લહેરનો સામનો કરવા મેડિકલ સ્ટાફ, ઓક્સિજન, દવાઓ અને, બીજા અન્ય જુરૂરિયાત સાધન-સામર્ગીની અછત ઉભી થઈ છે. આવા કટોકટીના સમયમાં આ બધી વસ્તુઓ પોહ્ચાડવા માટે ભારતીય વાયુસેના મદદએ આવી છે. જેમાં ઓક્સિજન કન્ટેનર, સિલિન્ડર, જરૂરી દવાઓ, ઉપકરણો અને આરોગ્ય કર્મચારીઓને જરૂરિયાતના સ્થળોએ પહોંચાડવા વાયુસેના મદદ કરી રહી છે.
વાયુસેનાના અધિકારીઓના જણાવ્યા અનુસાર, IAFએ કોચી, મુંબઇ, વિશાખાપટ્ટનમ અને બેંગાલુરુથી નર્સિંગ સ્ટાફને દિલ્હીની DRDO(Defence Research and Development Organisation)ની COVID-19 હોસ્પિટલમાં પોહ્ચાડવામાં આવ્યા છે. ઇન્ડિયા ટુડેના સમાચાર મુજબ, એરફોર્સે બેંગ્લોરથી દિલ્હીના કોવિડ સેન્ટરોમાં DRDOના ઓક્સિજન કન્ટેનર પણ પોહ્ચાડયા છે.
ભારતીય વાયુસેનાએ ટ્વિટર પર ટ્વિટ કરતા કહ્યું, ‘IAFનો પરિવહન કાફલો કોરોના સામેની લડતમાં છે. તબીબી કર્મચારીઓ, આવશ્યક ઉપકરણો અને દવાઓ દેશભરની Covid હોસ્પિટલોમાં વાયુસેના દ્વારા પૂરો પાડવામાં આવશે.
DRDOના અધ્યક્ષ સતીષ રેડ્ડીએ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને માહિતી આપતા કહ્યું છે કે, ‘અત્યાર સુધીમાં દિલ્હીમાં 250 બેડ ક્ષમતાવાળા કોવિડ કેર સેન્ટરની સ્થાપના કરવામાં આવી છે. તેની ક્ષમતા 500 લોકો સુધી વધારવાના પ્રયાસો ચાલુ છે. આ ઉપરાંત પટણાની ESIC હોસ્પિટલમાં 500 બેડની કામગીરી શરૂ થઈ છે. લખનૌમાં 450 બેડની હોસ્પિટલ અને વારાણસીમાં 750 બેડની હોસ્પિટલ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ સાથે DRDO અમદાવાદમાં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની યોજના પર કામ શરૂ કરી દીધું છે.’