બાર મહિને માત્ર એક દિવસ આવતી આસો સુદ પુનમ એટલે કે શરદપૂર્ણિમાંના ચંદ્રમાના કિરણોની અકલ્પનીય શકિત અને તાકાત છે.
દિવસે દેશી ગાયનું ચોખ્ખું ઘી, સાકર અને સોનાના વરખના ચાર થી પાંચ પાના બે-ત્રણ કલાક સુધી ખૂબ લસોટીનેસમગ્ર રાત્રિ શરદપુનમની ચંદ્રમાંની નીચે રાખવું જે મંદબુદ્વીવાળા બાળકોને માટે ખૂબ ફાયદોથાય છે. અને આ સુવર્ણયુક્ત ઘી નિત્ય પછી ચણોઠીના દાણા જેટલું રોજ વાપરવું તેથી પ્રજ્ઞામાં ઉત્તમ વધારો થાય છે. માત્ર અત્યંત અલ્પ રાખવી. સામાન્ય રીતે ચંદ્રની રાત્રિએ દૂધ-પૌઆ ખાવાનો રિવાજ છે. પરંતુ જૈનો રાત્રિભોજન કરતા નથી હોતા તેથી તેઓ આયુર્વેદનો આ પ્રયોગ ઉત્તમરીતે કરી શકે છે. જેમાં કાગદી બદામ પુનમને દિવસે સવારે ફોડીને ફોડેલી બદામનું વજન એક કિલો થાય તેટલું લઈને તેનો ભુક્કો કરી નાખવો જોઈએ. તેમાં દેશી ખડી સાકર દળેલી એક કિલો ઉમેરવાની અને દેશી ગાયનું ઘી એક કિલો. આ ત્રણેય દ્રવ્યો બરાબર મિશ્રીત કરીને તેમાં ૨૫૦ ગ્રામ મરી પાવડરનો ભૂક્કો નાંખીને ઉપર ચારણી જેવું ઢાંકીને ચંદ્રના કિરણોમાં શરદપુનમની રાત્રે અગાસીમાં રાખીને આ પાક દિવસ દરમ્યાન વાપરવાથી ઉત્તમ યોગ બને છે. અને તે તન મનની સ્વસ્થતા બક્ષે છે.
શરદપુનમની રાત્રિએ શ્રી શસ્તવ સ્તોત્ર દ્વારા એટલે કે ચૈત્યવંદનમાં જે બોલીએ છીએ તે નમોત્થણ સ્તોત્રનો ૧૦૮ વખત જાપ કરવાથી સમ્યગ્દર્શનની પ્રાપ્તિ સુલભ થતી હોય છે. કેટલાક સાધકો ૨૭૩ વિશેષણવાળું વર્ધમાન શસ્તવનો પણ જાપ કરતા હોય છે. જેમ મંત્રાધિરાજ નમસ્કાર મહામંત્ર છે, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થ છે, તંત્રાધિરાજ જિનશાસન છે, પર્વાધિરાજ પર્યુષણ પર્વ છે, ગ્રંથાધીરાજ કલ્પસૂત્ર છે તે પ્રમાણે એક અપેક્ષાએ સ્તોત્રાધિરાજ વર્ધમાન શકસ્તવ છે. અનંતા તીર્થકરોના ચ્યવન અને જન્મસમયે શકેન્દ્ર મહારાજ આ સ્તોત્ર દ્વારા પરમાત્માની અપ્રતિમ ભક્તિ કરે છે. આ એક જ સ્તોત્રમાં તીર્થંકર પરમાત્માના અનંત ગુણોમાંના ૨૭૩ ગુણોની શ્રેણી લયબદ્ધ, તાલબદ્ધ અને અલંકાર યુક્ત રીતે એટલી અદ્ભુત રીતે શકેન્દ્ર મહારાજા દ્વારા સ્તવના કરવામાં આવે છે અને અસંખ્ય દેવો પડે તે સાંભળવામાં આવે છે. ભવાંતરમાં અસંખ્ય પુણ્ય હોય તો જ તે સાંભળવા મળે છે. આવા સ્તોત્રાધિરાજ શકસ્તવની સ્તવના શકેન્દ્ર મહારાજા પ્રસન્ન થઈને અનુસિદ્ધ સેનેન કવય: એટલે કે આઠ મહા પ્રભાવકો માનાના એક સિદ્ધસેનદિવાકરસૂરિજીની સમીપ ભક્તિસ્વરૂપે ધરે છે. જેમ આજે દેવનું દર્શન દુર્લભ છે તો દેવવાણી કેટલી દુર્લભ હોય. અને દર્શન જો ખાલી જતી થતું તો તેનાથી અમૂલ્ય અવી વાણી તે પણ નિષ્ફળ નથી જતી. તેના ફળાદેશમાં જણાવાયું છે કે મંત્રરાજના ઉપનિષદ્ગા ગર્ભ સમાન આ સ્તોત્રનો પાઠ કરવાથી અષ્ટ મહાસિદ્ધિની પ્રાપ્તિ, સર્વ પાપનું નિવારણ, સર્વ પુણ્યનું કારણે, તેના મૂળ સ્વરૂપી દોષોનો હાસ અને ગુણોનો વિકાસ થાય છે. અને જગતની સર્વ ઈષ્ટ વસ્તુઓ સન્મુખ થાય છે, ચારેય નિકાયના દેવો હંમેશને માટે પ્રસન્ન થાય છે. આધિ, વ્યાધિ, અને ઉપાધિનો મૂળથી નાશ થાય છે, પંચભૂત અનુકુળ થાય છે. સર્વ સંપત્તિઓનો હેતુસ્વરૂપ પરમાત્મા પ્રત્યે અપાર અંનુરાગ પ્રગટ થાય છે. સાધુ પુરુષો કૃપા કરવા માટે તત્પરો હોય છે. દુષ્મનાવટ ક્ષીણ થાય છે, જલ, સ્થલ અને ગગનના દૂર જંતુઓ મૈત્રીવાળા થાય છે. અધમાં વસ્તુઓ ઉત્તમરૂપે પરીણમે છે.