ભારતના ઇતિહાસની જ્યારે પણ વાત આવે કે લખવાનું આવે ત્યારે ક તો મોગલ સશ્નની વાત યાદ આવ છે અથવાતો અંગ્રેજોની ગુલામીમાંથી મુક્તિ મેળવવા માટે જે આઝાદીની લડત લડાઈ હતી એ વાત યાદ આવે છે. પરંતુ આ ઈતિહાસમાં યુદ્ધ અને અન્યાયની વાતો કંડારાયેલી છે. જ્યારે ભારતના ઇતિહાસનો એક બીજો પણ પહેલું છે જેમાં પ્રેમ અને લાગણીની ભાવનાઓની વાતો કંડારાયેલી છે. એવી કેટલીક કહાનીઓ છે જે પ્રેમની છે અને વિશ્વ આખાએ તેને ખૂબ પસંદ કરી છે. યુદ્ધ અને હૂસતુસીના સશ્નની વચ્ચે પણ એવી કેટલીક પ્રેમ કહાનીઓ આકાર પામી છે જેને કોઈ બંધન નથી નળ્યા અને પ્રેમીઓ પ્રેમના રંગે રંગાણા હતા ….તો આવો એવા કેટલા પ્રેમી પંખીડાની વાતો કરીએ જેને ભાતમાં ઇતિહાસ રચ્યા છે…
પૃથ્વીરાજ-સંયોગિતા :
પ્રેમ લગ્ન હોય અને એ પણ ભાગીને કર્યા હોય તો એ અત્યારના આધુનિક યુગમાં પણ અસમાન્ય બાબત ગણાય છે અને સમાજ હજુ પણ તેને સરળતાથી સ્વીકારી નથી શકતો, ત્યારે જો એમ કહેવામા આવે કે એક રાજાએ તેનાજ દુશ્મન રજાની દીકરીને પ્રેમ કરયો અને તેને તેના જ સ્વયં વરમાથી ભગાળી તેની સાથે લગ્ન કર્યા હતા. આ પ્રેમ કહાની છે પૃથ્વીરાજ ચૌહાણ અને સંયોગિતાની , જેમાં પૃથ્વીરાજને તેના દુશ્મન કનૌજના રાજા જયચંદની કુવરી સંયુક્તા સાથે પ્રેમ થયો અને જ્યારે રાજાને એ વાતની ખબર પડી ત્યારે તેને પુત્રીનો સ્વયંવર રચ્યો અને પૃથ્વીરાજને નીચો દેખાડવા તેનું પૂતળું દર્બ્ર્નિ બહાર ઊભું રાખ્યું અને અનેક રાજકુમારને આમંત્રિત કર્યા હતા, ત્યારે સંયોગિતા એ પણ પોતાના પ્રેમ ખાતર એ તમામ રાજકુમારને છોડી પૃથવિરજના પૂતળાને જયમાળા પહેરવે છે જ્યાં પહેલાથી જ પુયલની પાછળ પૃથ્વીરાજ ઉભેલો હોય છે. અને ત્યથી જ સંયુક્તનું અપહરણ કરી ભગાળીને લગ્ન કરે છે.
બજબહાદુર-રુપમતી
ભારતના ઇતિહાસની આ એક એવી પ્રેમ કહાની છે જે બહુ ઓછા લોકો જાણે છે જેમાં એક મુસ્લિમ રાજાને એક સામાન્ય હિન્દી યુવતી સાથે પ્રેમ થાય છે અને તેની સાથે લગ્ન કરી તેને પોતાની બેગમ બનાવે છે, વાત છે મળવાના સુલ્તાન બાજ બહાદુર જે એક વાર શિકાર પર ગયા હતા અને ત્યાં રુપમતિને જોઈ પહેલી નજરનો પ્રેમ થઇ ગયો. પોતાના આ પ્રેમને અંજામ આપવા તે આખા પરિવાર વિરુદ્ધ ગયા અને રુપમતી સાથે વિવાહ કારી બેગમ બનાવી હતી.
બાજીરાવ-મસ્તાની :
બાજીરાવ-મસ્તાની હવે તો એ પ્રેમ કહાનીથી કદાચ જ કોઈ અજાણ હશે , આ ઐતિહાસિક પ્રેમકહાની પર થોડા સમય પહેલા જ ફિલ્મ બની ચૂકી છે. મરાઠા પેશવા બાજીરાવની બીજી પત્ની એટ્લે કે મસ્તાની જે મુસ્લિમ હતા. બનેની પ્રેમ કહાની સદીયો જૂની છે અને તેને અંજામ આપવા માટે અનેક મુશ્કેલીઓનો સામનો કાવો પડ્યો હતો. એ પ્રેમ એટલો મજબૂત હતો કે જ્યારે બાજીરાવનું મૃત્યુ થયું ત્યારે મસ્તાની તેની ચિતા સાથે સતી થયી હતી.
બિમ્બીસાર-આમ્રપાલી :
એક રજાના એક વેશ્યા સાથે સદીઓ પહેલા લગ્ન થવા એ ચમત્કારથી વધુ નથી. એવી જ પ્રેમ કહાની છે મગધના રાજા બિમ્બીસાર જે એક નર્તકીના પ્રેમમાં પડ્યા હતા. જે એક યુદ્ધ દરમિયાન ઘાયલ થયા અને વેશપલટો કરી વૈશાલી પહોચ્યા હતા, જ્યાં નર્તકી આમ્રપાલીએ તેને એક સામાન્ય સૈનિક સમજી તેની સારવાર કરી હતી. પછી રાજાએ તેની સાથે લગ્ન પણ કર્યા હતા , જેના માટે પહાડ જેવી મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડ્યો હતો. કહેવાય છે કે રાજાને 400 રાણીઓ હતી જેમથી આમ્રપાલી તેની ચાહીતી અને ખાસ રાણી હતી.
સલિમ-અનારકલી :
ઇતિહાસની એક દર્દભરી પ્રેમકહાની એટલે સલિમ-અનારકલીની પ્રેમકહાની… આ પ્રેમ કહાનીમાં એક શહેઝાદાએ પોતાના પ્રેમને પામવા માટે પિતા સાથે પણ યુદ્ધ કર્યું હતું, સલિમે પિતા અકબર સાથે યુદ્ધ કર્યું હતું જેમાં તેની હાર થયી હતી અને જીવ પર આવી બન્યું હતું તેવા સમયે સ્લીમે જીવના બદલે અનારકલીનો પ્રેમ ઇચ્છ્યો હતો અને મોતનો સામનો કરવાનો વારો આવ્યો હતો તેવા સમયે પ્રેમીનો જીવ બચાવવા અનારકલી વચ્ચે આવી હતી અને ખુદને બદશાહના હવાલે કરી હતી.અને બાદશાહે તેને દિવારમાં જીવતી દફન કરવી હતી.