અમદાવાદના વેપારીએ ૩૯,૨૦૦ લેખે ચાંદીની ખરીદી કરી: કેન્દ્ર સરકારની તિજોરી છલકાય
આવક વેરા વિભાગ દ્વારા આજરોજ ચાંદીના દાગીનાની હરાજી કરવામાં આવી હતી. જેમાં હરાજી પહેલા આવકવેરા વિભાગે ચાંદીની દાગીનાની શુઘ્ધતા તેના વજન સહીતની ચકાસણી કરવા માટે લેબ રીપોર્ટ કરવા સહિતની કામગીરી કરી હતી. ચાંદીના દાગીના નિહાળવા માટે રાજકોટ, જામનગર, અમદાવાદ, મોરબી સહીતના શહેરોમાંથી આશરે ૩પ થી વધુ વેપારીઓ ઉ૫સ્થિત રહ્યા હતા.
આવકવેરા વિભાગે ચાંદીના હરાજી કરીને ટેકસ વસુલ કર્યો છે. હરાજીને સફળ બનાવવા ટી.એસ. ટીનવાલા, અને અજીતકુમાર સિંહાના માર્ગદર્શન હેઠળ આવકવેરા વિભાગના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
હરાજીમાં રાજકોટના ગીરીરાજ ટ્રેડીંગ અને અમદાવાદના રાજેન્દ્રકુમાર રમણલાલ ચોકસી બન્ને પેઢી વચ્ચે બોલી બોલાઇ હતી જેમાં રાજેન્દ્રકુમાર રમણલાલ ચોકસીએ રૂ ૩૯,૨૦૦ ના ભાવ લેખે ચાંદીની ખરીદી કરી છે. જેથી કેન્દ્ર સરકારની તિજોરી છકલાય છે.