ક્રિમીલેયરની વાર્ષિક આવકમાં પગાર અને ખેતીની આવકની પણ ગણતરી કરવા માટે કેન્દ્ર સરકારે પેનલની ભલામણ

સદીઓથી ગુલામી પ્રથામાં જીવતા ભારતીય સમાજના નીચલા વર્ણના લોકોને સમાજની મુખ્ય ધારા સાથે જોડવા આઝાદી સમયે શિક્ષણ અને સરકારી નોકરીમાં ૧૦ વર્ષ માટે અનામતની જોગવાઈઓ કરવામાં આવી હતી. પરંતુ, આ જોગવાઈઓનો રાજકીય લાભ ઉઠાવવા માટે રાજકીય પક્ષોએ આઝાદીનાં ૭૦ વર્ષ બાદ પણ અનામત પ્રથાને ચાલુ રાખી છે. મંડલ પંચની ભલામણ પરથી સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગને ૨૭ ટકા અનામતનો લાભ આપવામાં આવ્યા હતો. ઓબીસી માટે આ અપાતા અનામતનો ગેરલાભ આ સમાજના આર્થિક રીતે સક્ષમ લોકો ન લઈ શકે તે માટે ક્રિમીલેયર પ્રથા અમલી બનાવી હતી. હાલમાં ઓબીસીમાં અનામતનો લાભ લેવા અરજદારો તેમનો ક્રિમીલેયર વર્ગમાં સમાવેશ થતો નથી તેવું નોન ક્રિમીલેયર સર્ટીફીકેટ મેળવવું પડે છે. જે બાદ તેમને અનામ્તનો લાભ મળે છે.ઓબીસીમાં અનામતનો લાભ લેવા માટે જરૂરી એવા નોનક્રિમીલેયરની જોગવાઈમાં આવકના માપદંડો ફેરવવા કેન્દ્ર સરકારે હવેકમર કસી છે. જેના ભાગરૂપે અત્યાર સુધી ક્રિમીલેયરમાં આવકમાં પગાર અને ખેતીની આવકને કુલ આવકમાં સમાવેશ થતો નહ તો. જે માટે આવકનાં માપદંડોમાં ફેરફાર કરવા તાજેતરમાં કેન્દ્ર સરકારે એક ખાસ પેનલની રચના કરી હતી આ પેનલે આવકના માપદંડોની જૂની જોગવાઈઓમાં ફેરફારકરીને હવે ક્રિમીલેયરમાં ગણાતી આવકમાં હવે પગાર અને ખેતીની આવકના પણ ગણતરી કરવાની ભલામણ કરી હોવાનું જાણવા મળ્યું છે.

admin 1

વર્ષ ૨૦૧૯ના માર્ચ મહિનામાં નિષ્ણાંતોની કમીટીનું ગઠન થયું હતું. આ કમીટી ક્રિમીલેયરને લગતી મુસ્કેલીના સમાધાન માટે રચાઈ હતી. આ ઉપરાંત ઈન્કમટેક્ષ એકટમાં પ્રમીલેયરને કટ ઓફ માટે સુધારવાની દરખાસ્ત થઈ હતી. આઈટી એકટ મુજબ સેલેરી અને અધર સોર્સને બાહ્ય રખાયું હતું. જો કે, ખેતીની આવકને પણ ગણતરીમાં લેવાતી નહોતી. હવે ઈન્કમની ગણતરીમાં બાંધણું કરવાનો નિર્ધાર સરકારે કર્યો હોય તેવું ફલીત થઈ રહ્યું છે. નિષ્ણાંતોની પેનલે કેટલીક દરખાસ્તો સરકાર તરફ મુકી છે અને માપદંડોમાં સુધારા કરવાની ભલામણ પણ થઈ છે. નોંધનીય છે કે, હજુ સુધી ઓબીસીના ક્રીમીલેયર માટેના માપદંડો અંગે સત્તાવાર નિર્ણય લેવાયો નથી. પરંતુ સુત્રો પાસેથી મળતી વિગત મુજબ આગામી સમયમાં આવકની મર્યાદાને ૮ લાખથી વધારી ૧૧ લાખ (વાર્ષિક) કરવામાં આવશે તેવું માનવામાં આવી રહ્યું છે. અનામત આપતા ક્રિમીલેયરના માપદંડો બદલાશે તો અનેક સ્તરે સુધારો થવાની આશા વ્યકત થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.