કમોસમી વરસાદ, ટેકાના ભાવે જણસીની ખરીદી, નવી શિક્ષણ નીતિ સહિતના મુદ્દે ચર્ચા
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉ5સ્થિતિમાં આજે સવારે રાજય સરકારના મંત્રી મંડળના સભ્યોની એક બેઠક મળી હતી. જેમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. રામનવમીના પર્વ નિમિતે નીકળેલી શોભાયાત્રા પર અલગ અલગ શહેરોમાં અમુક અસામાજીક તત્વો દ્વારા પથ્થર મારો કરવામાં આવ્યો હતો.
આ મુદ્દો આજે કેબિનેટ બેઠકમાં ગાજયો હતો. આવી હિન પ્રવૃતિ કરનારોઓ સામે આકરી કાર્યવાહી કરવાનો સુર ઉઠયો હતો.દર બુધવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અઘ્યક્ષતામાં કેબિનેટની બેઠકમાં રાજયમાં સતત વરસી રહેલા કમોસમી વરસાદ, ટેકાના ભાવે વિવિધ જણસીની ખરીદી, રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થર મારા સૌરાષ્ટ્ર તાલીમ સંગમ કાર્યક્રમ અને નવી શિક્ષણ નીતિની અમલવારી સહીતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી.
આગામી 1પમી એપ્રિલ બાદ રાજયભરમાં નવી જંગીની અમલવારી થઇ રહી છે. હાલ દસ્તાવેજની નોંધણી માટે ઘસારો જોવા મળી રહ્યો છે ત્યારે કેબિનેટમાં મુદતમાં વધારો કે કેમ? તે અંગે પણ પ્રાથમિક ચર્ચા કરવામાં આવી હતી.