- મૃતદેહોને શોધવા હજી શોધખોળ જારી: મોતના આંકડામાં સતત થતો વધારો: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના મોરબીમાં પડાવ: સતત મોનીટરીંગ
- રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ બોટ સાથે નદીમાં ઉતર્યા: ખૂદે 1પ થી ર0 ડેડ બોડીને બહાર કાઢી: ફાયર બ્રિગેડનો કાફલો ખડે પગે
મોરબીમાં રવિવારે સાંજે ઝુલતો પૂલ ધરાશાયી થવાની ઘટનામાં 151 વ્યકિતઓના કરૂણ મોત નિપજયા છે. આ ઘટનાથી સમગ્ર ગુજરાતને હચમાવી દીધું છે. આખી રાત બચાવ કામગીરી ચાલુ રહ્યા બાદ સવારથી મૃત દેહોને શોધવા માટેની કામગીરી ચાલી રહી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે મોરચો સંભાળી લીધો છે. સવારથી તેઓ કલેકટર કચેરી ખાતે ક્ધટ્રોલ રૂમ પરથી નીરીક્ષણ કરી રહ્યા છે. કંપારી છુટી જાય તેવા દ્રશ્યો સર્જાયા છે. અનેક પરિવારો નિરાધાર બની ગયા છે. સમગ્ર ગુજરાત શોક મગ્ન બની ગયું છે.
ગામે ગામે માતમ છવાયો છે.મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ગંભીર ઘટનાથી રાજયભરમાં હાહાકાર મચી ગયો છે. 151 લોકોના મોત નિપજયા છે હજી સતત મૃત્યુ આંક વધી રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને ગૃહમંત્રી હર્ષદભાઇ સંઘવી સહિતના મંત્રીઓ ધારાસભ્યો, સાંસદોનો મોરબીમાં પડાવ નાખ્યો છે. રાજકોટના મેયર ડો. પ્રદિપ ડવ પણ ગઇકાલે મોરબી દોડી ગયા હતા. તેઓએ બોટ સાથે નદીમાં ઉતર્યા હતા. અને 1પ થી ર0 જેટલી ડેડ બોડીને બહાર કાઢીયા હતા. આજે સવારે રાજકોટથી પણ ફાયર બ્રીગેડના વધુ કાફલાને મોરબી જવા રવાના કરવામાં આવ્યો હતો.