• માથામાં બોથડ પદાર્થ ઝીંકી દેવાતા યુવક ગોડાઉનની બહાર ઢળી પડ્યાનો સીસીટીવીમાં ખુલાસો

શહેરની ભાગોળે આવેલ નવાગામમાં ગત તા. 1 મેના રાત્રીના સમયે 17 વર્ષીય સગીરનું હૃદય બેસી જતાં મોત થયાના અહેવાલ મળ્યા હતા. જે મામલે ઘટસ્ફોટ થયો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કાર્ડીયાક એરેસ્ટના લીધે સગીરનું મોત નીપજ્યાનું સામે આવ્યું હતું પણ ખરેખર બ્રેઈન હેમરેજના લીધે કાર્ડીયાક એરેસ્ટ થતાં સગીર મોતને ભેંટ્યો હતો. મહત્વપૂર્ણ બાબત એ છે કે, યુવાનને બોથડ પદાર્થ માથાના ભાગે મારવામાં આવ્યો હતો જેથી તેને બ્રેઈન હેમરેજ થયું હતું. ઘટનાના સવા બે મહિના બાદ સીસીટીવી ફૂટેજ સામે આવતા સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો છે.

ગત 1 મેના રાત્રીના નવાગામમાં આવેલા ગોડાઉનમાં બનેલી ઘટનામાં પીએમમાં બ્રેઇન હેમરેજથી કાર્ડિયાક ફેઇલ્યોરના લીધે સગીરનું મોત થયાનો તબીબનો અભિપ્રાય હતો. હવે આ મામલે કોઈ તપાસ કરવામાં આવી હતી કે જાણી જોઈને દબાવી દેવામાં આવી હતી તે મોટો સવાલ છે પણ સીસીટીવી ફૂટેજ ચેક કરાતા ચોંકાવનારી વિગતો બહાર આવી અને 17 વર્ષના હર્ષિલ કમલેશભાઇ ગોરીનું ખૂન થયાનું બહાર આવ્યું છે.

શહેરના સંત કબીર રોડ પર રામાપીરના મંદિર પાસે ગોકુલનગર-5માં રહેતા કમલેશભાઇ માવજીભાઇ ગોરીનો 17 વર્ષનો પુત્ર હર્ષિલ નવાગામમાં આવેલા નારણજી પેરાજ ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં નોકરી કરતો હતો. 1 મેના રોજ રાત્રીના લગભગ 9.30થી 10 વાગ્યાની આસપાસ હર્ષિલ ફરજ પર હતો ત્યારે ગોડાઉનની ઓફિસમાં રિવોલ્વિંગ ચેરમાં બેઠેલા એક શખ્સે હર્ષિલને બોથડ પદાર્થનો છૂટો ઘા માર્યો જોકે પહેલો ઘા માર્યો ત્યારે હર્ષિલ બચી ગયો, ત્યાર પછીની બે મિનિટ બાદ ફરી બોથડ પદાર્થનો ઘા હર્ષિલ પર કરવામાં આવ્યો અને આ ઘા હર્ષિલના માથા પર લાગ્યો અને સેક્ધડોમાં તે ગોડાઉનની બહાર રોડ પર ઢળી પડ્યો. આ સમયે આસપાસમાંથી પણ લોકો દોડી આવ્યા હતા. જે વ્યક્તિએ ઘા માર્યો હતો તે પણ ત્યાં આવ્યો અને હર્ષિલને પાણી પીવડાવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ કેટલાક લોકો હર્ષિલને સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઇ ગયા હતા. જોકે ત્યાં તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો. તબીબોએ હર્ષિલને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.આ સમયે હર્ષિલના પિતા કમલેશભાઇ અને માતા કમળાબેન કચ્છ દર્શનાર્થે ગયા હતા. તેઓ તાત્કાલિક રાજકોટ પહોંચ્યા હતા. આ સમયે પોલીસે ગોરી પરિવારને એવું જણાવ્યું હતું કે, હર્ષિલનું મૃત્યુ હાર્ટએટેકથી થયું છે.

પોલીસની વાત માનીને હર્ષિલના પરિવારે એકના એક પુત્ર હર્ષિલની અંતિમવિધિ પણ કરી નાખી હતી. જોકે હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાની સાથે જ તેમને જે શંકા હતી તે સાચી નીકળી અને હર્ષિલને બોથડ પદાર્થનો ઘા મારવાથી જ તેનું મોત થયાનું ફૂટેજ જોયા બાદ બહાર આવ્યું. આ બાબતે 3 જુલાઇના રોજ પોલીસ કમિશનરને હર્ષિલના પિતા કમલેશભાઇએ લેખિતમાં અરજી કરીને સીસીટીવી ફૂટેજ સહિતના પુરાવા તેમજ પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ઇન્કવેસ્ટ પંચનામું આપીને કહ્યું કે, તેના દીકરાનું મોત પોલીસની વાત માનીને ગોરી પરિવારે એકના એક પુત્ર હર્ષિલની અંતિમવિધિ પણ કરી નાખી હતી. જોકે હર્ષિલના માતા કમળાબેનને પોલીસે કરેલી હાર્ટએટેકની વાત ગળે ઉતરતી નહોતી. તેઓએ ગોડાઉનના મેનેજર પાસેથી સીસીટીવી ફૂટેજ મગાવ્યા અને આ ફૂટેજ જોતાની સાથે જ તેમને જે શંકા હતી તે સાચી નીકળી અને હર્ષિલને બોથડ પદાર્થનો ઘા મારવાથી જ તેનું મોત થયાનું ફૂટેજ જોયા બાદ બહાર આવ્યું હતું.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.