ત્રણ શખ્સો ફાયરીંગ કરી એકટીવામાં નાસી ગયાનું કથન
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના નવી મોરવાડ ગામ પાસે ગઈકાલે ભાજપના એક કાર્યકર ઉપર ફાયરિંગ ના ત્રણ રાઉન્ડ થયા હોવાનું પોલીસને જણાવવામાં આવ્યું છે અને જેની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે ત્યારે ઝીણાભાઈ ડેરવાળિયા ના નિવેદન અનુસાર સાઈડ કાપવા બાબતોમાં સામાન્ય બાબત જણાવી અને એકટીવા બાઈક ઉપર ત્રણ શખ્સો આવી અને ત્રણ ફાયરિંગ કર્યા હોવાનું જણાવવામાં આવ્યું છે જે વાત પોલીસને ગળે ઉતરતી નથી જ્યારે ઘટનામાં ઝીણાભાઈ ડેરવાળિયા એ પોતાની રીતે તરકટ રચ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે આ વાતને પોલીસ પણ સમર્થન આપી રહી છે જ્યારે પોલીસસૂત્રોના વધુમાં જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલાં ઝીણાભાઈ ડેરવાળિયા રે હથિયાર લાયસન્સ લેવા માટે અરજી કરવામાં આવેલ હતી ત્યારે ઝીણાભાઈ અત્યાર નું લાયસન્સ લેવા માટે અરજી કરી સામાન્ય રીતે પોતાને જીવનું જોખમ હોવાનું બતાવવા માટે તેમણે આવું તરકટ રચ્યું હોય આ ઉપરાંત પૈસાની લેતી-દેતી પણ કારણભૂત હોવાની વાતો હાલમાં વહેતી થઇ છે જ્યારે ચુડાના પી.એસ.આઇ ડાંગર સાહેબ ના જણાવ્યા અનુસાર ઝીણાભાઈ ના બેગ્રાઉન્ડ ની તપાસ કરી તો તેમના ઘર પર હુમલાનો કોઈ શક્યતા નથી દેખાય પૂર્વ આયોજિત કાવતરું હોવાની પણ કોઈ સંભાવના દેખાતી નથી જો તેમને મારવાના ઇરાદે ફાયરિંગ કરાયું હોય તો હુમલાખોરો સ્કૂટર નો ઉપયોગ ન કરે બાઈકનો ઉપયોગ કરે કારણ કે સ્કૂટર ભાગવાની કે પીછો કરવા માટે અનુકુળ ન ગણાય હાઇવે પરના સીસીટીવી ફૂટેજ અને ઉપયોગ કરી હાલમાં તપાસ કરી અનેચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે જ્યારે વધુમાં કોઈ પણ માણસ ને વેર હોય તો મોટર કાર ની પાછળ કોઈ ફાયરિંગ કરે નહીં અને સામે આવીને ફાયરિંગ કરે ત્યારે ઝીણાભાઈ ડેરવાળિયા ની કારને મોટર કાર ની પાછળ ડેકી ઉપર ફાયરિંગ થયું છે ત્યારે હાલમાં અનેક શંકાઓ વચ્ચે તપાસનો ધમધમાટ શરૂ થયો છે હજુ સુધી કોઈ આરોપીઓ પકડાયા નથી કે જેના સગર પણ મળ્યા નથી હાલમાં હજુ તપાસ ચાલુ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા એલ.સી.બી પી.આઈ ઢોલ સાહેબ પણ આ કેસમાં તપાસ ચલાવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.