કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક ફેસબુક પોસ્ટથી સનસની મચાવી દીધી છે. આ પોસ્ટમાં તેણે દાવો કર્યો છે કે કેનેડાના વાનકુંવરના વ્હાઈટ રોક એરિયામાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના બંગલા પર તેણે ફાયરિંગ કરાવ્યું છે.
લોરેન્સ બિશ્નોઈ ગેંગે કેનેડામાં થયેલી ફાયરિંગની ઘટનાની લીધી જવાબદારી
કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈએ એક ફેસબુક પોસ્ટથી સનસની મચાવી દીધી છે. આ પોસ્ટમાં તેણે દાવો કર્યો છે કે કેનેડાના વાનકુંવરના વ્હાઈટ રોક એરિયામાં પંજાબી સિંગર ગિપ્પી ગ્રેવાલના બંગલા પર તેણે ફાયરિંગ કરાવ્યું છે. ગિપ્પી ગ્રેવાલ પંજાબી ગાયક અને અભિનેતા છે. તે મૂળરુપે મોહાલીનો રહેવાસી છે. ગ્રેવાલને પહેલા પણ ગેંગસ્ટરે ધમકીઓ આપી હતી જે બાદ તેણે સુરક્ષા પુરી પાડવામાં આવી હતી. તે હાલ કેનેડામાં છે.
લોરેન્સ બિશ્નોઈએ ફેસબુક પોસ્ટમાં લખ્યું- હાં જી સતશ્રી અકાલ રામ રામ સબનૂ… આજે વાનકુંવર વ્હાઈટ રોક એરિયામાં ગિપ્પી ગ્રેવાલના બંગલા પર ફાયરિંગ લોરેન્સ બિશ્નોઈ ગ્રૂપે કરાવ્યું છે. સલમાન ખાનને બહુ ભાઈ ભાઈ કરે છે તું, બોલ હવે બચાવે તને તારો ભાઈ. અને સલમાન ખાનને પણ મેસેજ છે કે તને વહેમ છે કે દાઉદ તારી હેલ્પ કરશે, અમારાથી તને કોઈ નહીં બચાવી શકે. સિદ્ધૂ મૂસેવાલાના મોત બાદ ઘણી ઓવર એક્ટિંગ કરી છે તે, તને બધું જ ખબર છે કે કેટલો અભિમાની માણસ હતો, તેના કયા-કયા ક્રિમિનલ લોકો સાથે સંબંધો હતા.
બિશ્નોઈએ કહ્યું કે- જ્યાં સુધી વિક્કી મિડ્ડૂખેડા જીવતો હતો, તું આગળ-પાછળ ફરતો હતો, બાદમાં સિદ્ધૂનું ઘણું દુ:ખ થયું તને. રડારમાં આવી ગયો તું પણ, હવે બતાવીશું તને, આ ટ્રેલર દેખાડ્યું છે તેને, હવે ફિલ્મ ટૂંક સમયમાં જ રિલીઝ થશે. કોઈ પણ દેશમાં ભાગી જા, યાદ રાખજે મોતને કોઈ જગ્યાના વીઝા નથી લેવા પડતા, તેણે જ્યાં જવાનું છે તે જશે જ.
ગિપ્પીની કોમેડિ ફિલ્મ ’મૌજા હી મૌજા’ આવી રહી છે. હાલમાં જ તેનું ટ્રેલર લોન્ચ થયું હતું તેમાં સલમાન ખાન પણ સામેલ થયો હતો. સલમાન ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ ગિપ્પી ગ્રેવાલની મૂવીનું ટ્રેલર શેર કર્યું અને ટીમને પોતાની શુભેચ્છા આપી હતી.”