સૌરાષ્ટ્ર ઝોનની સ્પર્ધામાં ભાઈઓ બહેનોની ૧૫-૧૫ ટીમોએ ભાગ લીધો
ગુજરાત સરકાર રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ખેલ મહાકુંભ અંતર્ગત રાજયકક્ષાને ઓપન એઈજ ગ્રુપ ભાઈઓ બહેનો માટે હોકી સ્પર્ધા રાજકોટના મેયર બીનાબેન આચાર્ય તથા પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવી છે.
સ્પર્ધામાં ૧૫ ટીમ ભાઈઓનરી તથા ૧૫ ટીમ બહેનોની વચ્ચે સ્પર્ધા રમાડવામાં અવશે. જેમાં પ્રથમ દિવસે ભાઈઓમાં પ્રથમ રાજકોટ શહેર , બીજા ક્રમે અમરેલી, ત્રીજાક્રમે ભાવનગર શહેર વિજેતા થયા તથા બહેનોમાં પ્રથમ ભાવનગર, બીજા ક્રમે અમરેલી, તથા ત્રીજા ક્રમે રાજકોટ શહેર વિજેતા થયું છે.
રાજયકક્ષાના આયોજનમાં દરેક ઝોનમાંથી બે ટીમો ભાગ લેશે : મહેશ દિવેચા
મહે દિવેચા (હોકી કોચ)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ખેલમહાકુંભ અંતર્ગત જે સ્પર્ધા ચાલે છે તેમાં પહેલા તમામ સ્પર્ધાઓ માટે બધા રાજય કક્ષાએ ભેગા થતા પરંતુ હવે સરકારે ઝોન પાડી દીધા છે.જે ચાર ઝોન છે.જેમાં સૌરાષ્ટ્ર ઝોન, ઉત્તર, દક્ષિણ અને મધ્યઝોન વગેરે જેનાથી બાળકોનું કોમ્પીટીશન લેવલ થોડુ હાઈ થઈ જાય. આ પ્રયત્ન ખૂબ સારો છે. આ ઝોન કક્ષામાંથી જે પ્રથમ, અને બીજી ટીમો આવે તે રાજય કક્ષાએ ભાગ લેશે અને રાજયકક્ષા આવતી કાલથી અહીંયા પણ છે. આમાંથી જે ચેમ્પીયન થશે તે રાજય કક્ષાએ થશે. રાજયકક્ષાનું આયોજન પણ રાજકોટ ગ્રામ્ય જ કરે છે. આવતીકાલથી ટુર્નામેન્ટ શ થશે. દરેક ઝોનમાથી બે બે ટીમો આવશે.
છેવાડાના ટેલેન્ટેડ ખેલાડીઓને ખુબ સારો લાભ પ્રાપ્ત થયો છે: પ્રવિણા પાંડાવદરા
પ્રવિણા પાંડાવદરા (જિલ્લા રમત ગમત અધિકારી)એ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે ખેલમહાકુંભ ૨૦૧૯ અંતર્ગત સૌરાષ્ટ્રઝોનની હોકી ઓપન એજ ગ્રુપ ભાઈઓ બહેનોની સ્પર્ધા ચાલુ છે. જે ૭ થી ૧૩ ડિસેમ્બર સુધી મેજર ધ્યાનચંદ હોકી ગ્રાઉન્ડ ખાતે યોજાઈ હતી. જેમાં સૌરાષ્ટ્રના ૧૫ જિલ્લાઓમાંથી ૧૫ ભાઈઓની ટીમ અને ૧૫ બહેનોની ટીમે ભાગ લીધેલો છે.ખેલ મહાકુંભ અંતર્ગત જે બાળકો ભાગ લે છે એ ગ્રામ્ય કક્ષાએ પણ ભાગ લે છે ગ્રામ્ય કક્ષાએ પછી તાલુકા કક્ષા બાદ જિલ્લા કક્ષાએ એ રીતે ક્રમશ: ઝોન કક્ષાએ ત્યારબાદ રાજય કક્ષાએ ભાગ લઈ ઉત્કૃષ્ટ દેખાવ કરે છે. છેવાડાના ગામડાઓનાં જે ટેલેન્ટેડ ખેલાડીઓ છે. તેને ખેલ મહાકુંભમાં ખૂબ સારો લાભ થઈ રહ્યો છે.