ભાગવત સપ્તાહ, ભકિત શાસ્ત્ર, દશમ્ સ્કંધની કથા સહિતના આયોજનો
સ્વામિનારાયણ મુખ્ય મંદિર, ભુપેન્દ્ર રોડ રાજકોટમાં તારીખ ૧૫ના શ્રાવણ સુદ-૫ બુધવારથી તારીખ ૧૯/૦૮/૨૦૧૮ રવિવાર સુધી વડતાલ ટેમ્પલ બોર્ડ વતી પ.પૂ.સદગુરુ શાસ્ત્રી હરિવલ્લભદાસજી સ્વામી (હરિદ્વારવાળા)ના પ્રમુખ સ્થાને ઉદઘાટન મહોત્સવ ભવ્યાતી ભવ્ય રીતે ઉજવાશે. ૧૦૦૮ આચાર્યથી રાકેશપ્રસાદજી મહારાજની આજ્ઞાથી નૂતન નિર્માણ થયેલ ઘનશ્યામ સત્સંગ ગૃહ, અક્ષર ભુવન, મુખ્ય પ્રવેશદ્વાર, સ્ટેજ અને મંદિર ર્જીણોદ્ધાર, બિમાર સંતોના મની અર્પણવિધિ.
આ પાવન પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ પંકિતના વિદ્ધાનશાસ્ત્રી સ્વામી કૃષ્ણવલ્લભદાસજીના વ્યાસાસને ભાગવત સપ્તાહ, ભકિત શાસ્ત્ર, દશમ સ્કંધની કથા (વૃંદાવનવાળા) સંગીતના સુમધુર સ્વરે કથાનું રસપાન કરાવી સંતો તથા હરિભકતોના હેત અને હૈયા જીતી લેશે. શ્રીકૃષ્ણ જન્મોત્સવ, માખણ લીલા, ગોવર્ધનલીલા, વેણુગીત તથા રાસોત્સવ,રૂક્ષ્મણી વિવાહના કાર્યક્રમો રાખવામાં આવેલ છે. મહાવિષ્ણુ યાગ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવે છે. વડતાલ પીઠાધિપતિ આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજના ૫૩ જન્મોત્સવ તા.૧૬ને ગુરુવારના ૪:૩૦ થી ૬:૩૦ કલાકે વિશેષ ભાવપૂજન સાથે ઉજવાશે.
વડતાલ બોર્ડના ચેરમેન કોઠારી સ્વામી દેવપ્રકાશદાસજી તથા વડતાલ મુખ્ય મંદિરના મહંત શાસ્ત્રી સ્વામી ઘનશ્યામપ્રકાશજી વિગેરે સંતોની ખાસ ઉપસ્થિતિ રહેશે. તેમજ ધામેધામથી વડતાલ, જુનાગઢ, ધોલેરા, ગઢપુર, ભુજ, અમદાવાદ, મુળી આદિક અનેક ધામેધામથી વંદનીય સંતો પધારી દર્શન, પ્રવચન અને આશીર્વાદનો અલભ્ય લાભ આપશે. રાજકોટમાં ભગવાન સ્વામિનારાયણે જે લીલા કરી છે તે (રાજકોટમાં શ્રીહરિ) દેવ ઉત્સવ મંડળ રાજકોટ એવમ પૂ.ગવૈયા ગંગાસાગરદાસજી સ્વામી (હરિદ્વારવાળા)ના કીર્તનની રમઝટ બોલાવવામાં આવશે. રાજકોટ સત્સંગ સમાજવતી કોઠારી જયેન્દ્રસ્વપદાસજી સ્વામીએ ઉદઘાટન મહોત્સવમાં હરિભકતો ભાઈ-બહેનોને સપરીવાર પધારવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની વિગતો આપવા ‘અબતક’ની મુલાકાતે આજે શાસ્ત્રી કૃષ્ણ વલ્લભદાસજી સ્વામી (કોઠારી વૃંદાવન), જયેન્દ્ર સ્વપદાસજી સ્વામી (કોઠારી હરીદ્વાર), ગવૈયા હરિવલ્લભદાસજી સ્વામી (વડતાલ), કિરિટભાઈ પાટડીયા (વાંકાનેરવાળા), સત્સંગી સેવક મનસુખભાઈ પરમાર અને શાંતીભાઈ પરમાર ઉપસ્થિત રહ્યા હતા.