જનજાગૃતિ અર્થે યોજાતા વનમહોત્સવો થકી રાજ્યમાં વૃક્ષોનું વાવેતર વધ્યું છે: મંત્રી જયેશભાઇ રાદડીયા
જુલાઇ રાજ્યના અન્ન અને નાગરીક પુરવઠા વિભાગના મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ નવા રેષકોર્સ ખાતેથી જિલ્લા કક્ષા ૬૮માં વન મહોત્સવનો શુભારંભ કરાવ્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત વૃ્ક્ષપ્રેમી જનતાને સંબોધતા મંત્રીશ્રી રાદડીયાએ જણાાવ્યું હતું કે જનજાગૃતિ અર્થે યોજાતા વનસહોત્સવો થકી રાજયભરમાં વૃક્ષોનું નોંધનીય રીતે વાવેતર વધ્યું છે. જે વનમહોત્સવની સફળતા સૂચવે છે. વૃક્ષોની ગણત્રી પણ આ વાતની સાક્ષી પુરે છે. એમ પણ મંત્રીશ્રી એ ઉમેર્યું હતું કે નવા રેસકોર્ષના પરિસરમાં મંત્રીશ્રી તથા મહાનુભાવોએ વૃક્ષારોપણ કર્યું હતું.
મંત્રીશ્રી રાદડીયાએ ઉપસ્થિતોને જણાાવ્યું હતું કે ભલે ઓછા વૃક્ષોનું વાવેતર થાય પણ વવાયેલા વૃક્ષોનું જતનપૂર્વક સંવર્ધનથાય તે ખુબ જરૂરી છે. વૃક્ષારોપણમાં પર્યાવરણપ્રેમી નાગરિકો તથા સંસ્થાઓના પ્રદાનને મંત્રીરીએ આ તકે બિરદાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું માહાત્મ્ય વર્ણવીને મંત્રીશ્રી જયેશભાઇએ ઔષધિય ગુણો ધરાવતા વૃક્ષોનો વાવેતર પર પણ ભાર મૂકયો હતો.
મેયર ડો. જૈમનભાઇ ઉપાધ્યાયે પ્રાસંગિક પ્રવચનમાં રાજય સરકારના વનલક્ષી અભિયાનની સરાહના કરી હતી અને વિજ્ઞાન-ધર્મ- પર્યાવરણનું સંકલન કરતા વિવિધ સુત્રો રજૂ કરી નાગરિકોને પર્યાવરણનું જતન કરવા વધુને વધુ ઝાંડવાઓ રોપવા ખાસ આગ્રહ કર્યો હતો.
ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલે વૃક્ષોનું મહત્વ સમજાવતાં વધુને વધુ વૃક્ષો વાવવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. વિવિધ વૃક્ષોની ખાસીયતો જણાાવીને શ્રી ગોવિંદભાઇ પટેલે તેમના વૃક્ષો વિષેના જ્ઞાનની આછેરી ઝલક પણ રજૂ કરી હતી.
ભૃષણ સ્કુલની શાળાઓના સ્વાગત ગીત બાદ આમંત્રિતોના હસ્તે દિપ પ્રાગટ્યવિધિ કરવામાં આવી હતી.નાયબ વનસંરક્ષકશ્રી એમ.એમ.મુનિએ સ્વાગત પ્રવચનમાં વન વિભાગ દ્વારા કરાઇ રહેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી.
તમામ મહાનુભાવોને તુલસીના રોપા એનાયત કરવામાં આવ્યા હતા. શહેર તથા જિલ્લામાં વૃક્ષોના વાવેતરમાં તેમનું અમુલ્ય યોગદાન આપનાર શ્રમિકોનું આમંત્રિતોના હસ્તે વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત ગૌપાલક વિકાસ નિગમના ઉપાધ્યક્ષશ્રી દિનેશભાઇ ટોળીયા, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી ઘોઘુભા જાડેજા, કલેકટર ડો. વિક્રાંત પાંડે, વન સંરક્ષકશ્રી એ.સી. પટેલ, મદદનીશ વન સંરક્ષકશ્રી જે.વી. રોકડ, ગાર્ડન સુપ્રિટેન્ડેન્ટ શ્રી બી.ડી. હાપલીયા, નવરંગ નેચર કલબના શ્રી વી.ડી. બાલા, વૃક્ષપ્રેમી નાગરીકો, સ્થાનિક રહિશો વગેરે ઉપસ્થિત રહયા હતા.