લગ્નના એક વર્ષ બાદ ત્રાસ ગુજારતા પતિ,સસરા,સાસુ અને નણંદ વિરૂદ્ધ મહિલા પોલીસમાં નોંધાતો ગુનો

શહેર વધુ એક પરિણીતા પર ત્રાસ ગુજાયા હોવાની ફરિયાદ મહિલા પોલીસમાં નોંધાઇ છે જેમાં રામાપીર ચોક પાસે લાભદીપ સોસાયટીમાં રહેતા પરિણીતાએ તેના પતિ, સાસુ,સસરા અને નણંદ કામ બાબતે અને ‘તમને કેન્સરની બીમારી છે અમને પણ ચેપ લાગી જસે તેમ કહી પરિણીતાને માનસિક ત્રાસ આપતા હતા.

વિગતો મુજબ મહિલા પોલીસમાં રામાપીર ચોક પાસે લાભદીપ સોસાયટીમાં કિરણબેનએ જૂનાગઢ રહેતા પતિ નિતિન, સસરા ચંદુભાઈ મુળજીભાઈ વાડોલીયા, સાસુ હંસાબેન અને નણંદ જશ્મીતાબેન અંકિતભાઈ સંચાણીયા વિરૂદ્ધ ત્રાસ આપ્યાની મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં તેને જણાવ્યું છે કે, 2009માં જ્ઞાતિના રિવાજ મુજબ લગ્ન થયા હતા.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, મારા લગ્ન વર્ષ 2009માં સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી સારી રીતે રાખ્યા બાદ સાસરીયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ઘરમાં અવાર-નવાર નાના-મોટા ઝઘડા થતા હોવાથી બે-ત્રણ વાર રીસામણે પણ જઈ આવી હતી. સવા વર્ષ પહેલા તેને કેન્સરની બિમારી હોવાની જાણ થતા પતિએ ચાર મહિના સુધી સેવા કરી હતી. સસરાએ એવું કહ્યું હતું કે, તમને કેન્સરની બિમારી છે, જે ચેપી રોગ છે, આથી તમે અમારી સાથે રહી ન શકો, તમે અલગ રહેવા જતા રહો, અને પુત્ર માટે જમવાનું બનાવતા સસરાએ તેનો ઘા કરી દીધો હતો. પુત્રને તેની પાસે આવવા દેતા નહીં, જો આવે તો તેને લઈ જતા. સાસુ એવા મેણા મારતી કે કેન્સરની બીમારી તું તારા માવતરના ઘરેથી લઈ આવી છો.

જે તારે જિંદગીભર સાંભળવાનું રહેશે. તેની પુત્રી મગજના કેન્સરને કારણે મૃત્યુ પામી હતી. સાસુ આ બાબતે પણ મેણા મારી કહેતા કે તારે વારસામાં જ કેન્સર લાગે છે. જેથી તારી પુત્રીને પણ કેન્સર થયું છે. સાસુ તેને ઘરમાં કોઈ વસ્તુને અડવા દેતા નહીં.પરિણામે ઝઘડો થતા માવતરના ઘરે જતી રહી હતી. તેના માવતરે સમાધાન માટે ઘણા પ્રયાસો કર્યા હતા. પરંતુ સાસરીયા પક્ષના સભ્યો તેડી જવા માટે તૈયાર ન હોવાથી આખરે ફરિયાદ નોંધાવી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.